Skip to main content

Posts

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...

ધ્રાફા ચોવીસીનો સ્થાપના દિવસ

  આજે વિક્રમસંવતની તિથિ મુજબ ધ્રાફા ચોવીસીનો સ્થાપના દિવસ છે, મારા મિત્ર શ્રી જગદીશસિંહ જાડેજાની ટૂંકી પણ માહિતી સભર પોસ્ટ પરથી જાણવા મળ્યું કે જામશ્રી ૭ રણમલજી તથા રાયસિંહજીના નાનાભાઈ જસોજીના પરાક્રમી પુત્ર મોડજીએ વિ. સ. ૧૭૫૨ના વર્ષે ફાગણ માસની સુદ ચતુર્થી અને શનિવારના રોજ પોતાના બાહુબળે સંપાદિત કરેલ રાજ્યના વડામથક  ધ્રાફાની સ્થાપના કરેલ હતી. જસોજીના સૌ વારસદાર હોવાથી મૂળ ફટાયા શાખ તરીકે ધ્રાફાના ગીરાસદારો જસાણી જાડેજા તરીકે ઓળખાય છે. વાઘેલાકુળ ગૌરવ ઠાકરાણા રાજબા અને રૂપાળીબા જેવા સતીઓ, કુંવર કાથડજી જેવા શુરવીર અને શ્રધ્ઘેશ્રી જાલમસંગ બાપુ જેવા સંતની ભૂમિના આજે મારા મુદ્રા સ્થિત મિત્ર હરદેવસિંહ ધ્રાફાએ ગામના જુના ઘણાં ફોટોગ્રાફ મારી સાથે શેર કર્યા એમાં ઘણાં આકર્ષક ફોટોગ્રાફમાનો આ ફોટોએ મારી ઈતિહાસ વિષયક જિજ્ઞાસા વધારી.  આ ફોટોગ્રાફ એ ધ્રાફાના ૯ તાલુકદારોની ૯ ડેલીમાની એક ડેલીની દીવાલપરનું ભીંતચિત્ર છે, સાદા ભીંત ચિત્રોને ઈંગ્લીશમાં 'Mural' કહેવાય છે, જ્યારે ભીનાં પ્લાસ્ટરમાં ખુબજ કલાત્મક રીતે ચીવટથી દોરેલ ભીંતચિત્રને ઈંગ્લીશમાં 'Fresco' કહેવાય છે, આ ભીતચિત્રોનું આયુષ્ય ...

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન યોજના-સરકારી જમીન 100-500માં ૧૦-૬૦ વર્ષો માટે લીઝ પર મળશે.

 મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન યોજના - ગુજરાત સરકાર.  👉સમગ્ર રાજ્યમાં અંદાજે પ૦ હજાર એકર બિન ખેડવાણ વાળી જમીન ખેડવાણયુકત બનશે.  👉બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે.  👉પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. 👉પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે.  નોંધ:-તસવીરો પ્રતિકાત્મક છે.  ▶️મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના મુખ્ય ઉદેશ્ય.  રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે.  - કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે.  - બીનઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી ફાળવવા યુકત જમીનના બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેકટરની અધ્યક્ષતાની સમિતિ કરશે.  - લીઝ માટેની અરજીઓની સ્કૂટિની અને ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા- બનાસકાંઠા પાંચ જિલ્લાનો સ...

Braking News - કિસાન તાર ફેન્સિંગ યોજના માટે અરજી કરો..

▶️ આજથી અરજી કરવાનું ચાલું થયેલ છે.  ▶️ ફેન્સિંગ થકી તમારા પાકનું રક્ષણ કરો.  ▶️ થાંભલા અને કાંટાળી વાડ બનાવો.  ▶️ ૫૦% સુધી સહાય મેળવો.  પરિપત્ર ડાઉનલોડ કરો.👇 કિસાન તાર ફેન્સિંગ યોજના પીડીએફ ડાઉનલોડ કરો  💥 Braking News - નવી સરકારી યોજના જાહેર  💯 ✔️ ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે નાણાકીય સહાય ✔️ ખર્ચના 50% અથવા દર મીટરે ૨૦૦ રૂપિયા (બંને માંથી ઓછું હશે તે) સહાય સરકાર તરફથી આપવામાં આવશે  💯✔️ કોણ કેવી રીતે લાભ લઈ શકે તે માટે તથા ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ 👇 https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_GSLDC_Fencing_Application.aspx   🙏🏻 આ યોજના હેઠળ વધુમાં વધુ ખેડૂતો ને લાભ મળી શકે અને તે માટે દરેક ખેડૂત મિત્રોને વધુમાં વધુ શેર કરવા નમ્ર અપીલ સહ. જય કિસાન. 

ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ : રાણીની વાવ પાટણ(ભાગ - 4)

 ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ :-  આ શિલ્પ વાવના કક્ષાસનના ખુણાનું શિલ્પ છે, જેમાં અંબાડી સહિતનો શણગારેલ ગજરાજ એની ઉપર મહાવત એ એક યોદ્ધા છે, આ ગજરાજ વિશાળતાનું પ્રતિક છે, એક મહસેન, સામે એક કેશરી (સિંહ) એ મહાસાગર જેવી સેનાનો સામનો પોતાના અદમ્ય સાહસ અને શૌર્યથી કરી રહ્યો છે, એ સિંહ એક વીર રાજપૂતનું પ્રતિક છે, આયુદ્ધ માં પોતે હારી જાય છે, એ વીરગતિ ને વહાલી કરે છે, પણ સિંહ માફક કોઈને શરણે થતો નથી.  આ યુદ્ધનું સંપૂર્ણ વર્ણન આ કક્ષાસન ના પટ ભાગમાં હોવાનું ચોક્કસ રીતે માનવામાં આવે છે, પણ આ કિર્તી ને સંપૂર્ણ પણે મિટાવવા ના પ્રયત્નના ભાગ રૂપે આ યુદ્ધપટ્ટ ને નષ્ટ કરવામાં આવ્યો હશે, પરંતુ સંપૂર્ણપણે મિટાવી શક્યા નહીં, આ શિલ્પ એવી જગ્યા એ છે કે જો એને નુકશાન પોહચડવામાં આવે તો સંપૂર્ણ વાવ ને નુકશાન થાય, માટે ઇતિહાસની સાક્ષી પૂરવા આ બચી ગયું.  આ શિલ્પ અડાલિજની ભવ્ય વાપીના બીજા મજલાના મંડપ માના કક્ષાસનનું છે..  ✍️ અજાન.. અન્ય અદ્દભૂત લેખ સિરિઝ ⬇️ ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો...

પરિકર યુક્ત ચામુંડા : રાણકી વાવ પાટણ (ભાગ - 3)

 "પરિકર યુક્ત ચામુંડા" ચૌલુકય કાળ એટલે ગુજરાતનો સર્વક્ષેત્રીય સુવર્ણ યુગ. આ યુગની અલભ્ય કૃતિ એટલે ગુર્જરેશ્વર સમ્રાટ ભીમદેવજી પ્રથમના સમય(અગિયારમી સદી)માં સામ્રાજ્ઞિ ઉદયમતી દેવી દ્વારા નિર્મિત શિલ્પના ખજાના રૂપ નંદા પ્રકારની વાપી(વાવ), પાટણ. જે યુનેસ્કો દ્વારા 'વિશ્વ ધરોહર' (world heritage) જાહેર થયેલી છે.  આ વાપીમાનું એક અદ્ભૂત શિલ્પ 'પરિકર યુક્ત ચામુંડા'નું શિલ્પ..  દસ ભુજા, વિચિત્ર ભાવમુદ્રા યુક્ત આ શિલ્પ એ અલભ્ય શિલ્પ છે, જેમાં જટા મુકટમાં મુંડમાળ, દસ ભુજાઓમાં ખડગ, સર્પ, ત્રિશુલ, દુર્લભ જોવા મળતી કટાર, ખટવાગ, લલિત મુદ્રા, વરદ મુદ્રા અને એક હાથમાંથી વિચિત્ર ભાવ સાથે જાણે મુંડ નીચે પડી ગયું છે, અને નીચે રહેલ પાર્થિવ શરીરના મુંડમાંથી રક્ત ટપકતું માંસ પ્રેત ખાઈ રહ્યું છે, એવો ભાસ થાય છે, એટલે કે આ સ્મશાન ચામુંડા છે. ચામુંડાના બે સ્વરૂપ છે, ઉગ્ર અને સૌમ્ય.   આ શિલ્પમાં માતાના શરીરને એ રીતે કંડારવામાં આવ્યું કે શરીરનું હાડ પિંજર અને પેશીઓ સ્પષ્ટ દેખાય છે, આ પ્રકારનું શિલ્પ રેતીયા પથ્થર(sand stone) માં કાંડારવું ખૂબ મુશ્કેલ હોય છે આથી આ શિલ્પ તે સમયના શિલ્પકારોની...

મહિષાસુરમર્દીનીનું શિલ્પ : રાણીની વાવ પાટણ (ભાગ 2)

 ધર્મરાજસિંહ વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો..ભાગ - 2...   મહિષાસુરમર્દિની શિલ્પ (રાણકી વાવ)  પાટણ ખાતે વિશ્વ ધરોહર રાણીની વાવમાં અદભુત રીતે કંડારવામાં આવેલ માઁ ભગવતી મહિષાસુરમર્દીનીનું શિલ્પ જાણે માઁ ભગવતી સ્વયં અવતર્યા હોય એવો ભાસ કરાવે છે, આ મૂર્તિ એક જ રેતીયા પથ્થર (sandstone)માંથી કંડારવામાં આવી છે, માઁ ભગવતીની પરિકર યુક્ત મૂર્તિમાં નવદુર્ગા, પરિકરના મંડળમાં દેવી દેવતાઓ દ્વારા પુષ્પવર્ષા સ્તુતિગાન કરતા હોય જાણે, વિશ ભુજાઓ માં ખડગ,ડમરું, વરદ,  કમલ, શૂળ, અંકુશ, ગદા, ત્રિશુલ, વજ્ર, મહિષાસુરમુંડ, પાશ, સર્પ, ઘંટ, ખપ્પર, ઢાલ, દંડ, ધનુષ જેવા આયુધો ધારણ કરેલા છે, માથે કરડ મુગટ ધારણ કરેલો છે, માંના ભયથી થરથરી ભાગતા મહિષ (પાડા) પર ભગવતીએ ચક્રનો પ્રહાર કરી ઢાળ્યો, માંના વાહન હાવજે એને ઝાલ્યો છે, માં એ પોતાના ખડગ વડે એનું શીશ ધડથી અલગ કરીને મહિષાસુર નામના અસુરને મુંડકેશ થી પકડી બહાર કાઢી ને પોતાની મહાભયંકર શક્તિ ત્રિશુલ વડે એનો વધ કર્યો અને માં ભગવતી અંબા મહિષાસુરમર્દીની રૂપે મહાવીનાશકારી યુદ્ધનો અંત કરી સંસા...

રાણકી વાવ શિલ્પ સ્થાપત્ય પાટણ : મૂર્તિ મંડન, વિશભુજ ભૈરવ મૂર્તિની વિશેષતા

                    'ભૈરવ' ધર્મરાજસિંહ વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો..... શિલ્પ/મૂર્તિ મંડન, મહારાણી ઉદયમતી નિર્મિત 'રાણીની વાવ' પાટણ, ગુજરાત. (ઈ. સ.ની અગિયારમી સદી) વિશભુજ ભૈરવ મૂર્તિની વિશેષતા :-  રાણકી વાવ, પાટણના અદ્ભૂત શિલ્પોમાનાં એ શિલ્પો કે જે શિલ્પોની વિશેષતા તેની આયુધો સહિત ભુજાઓ (હાથ)ની ગોઠવણ છે, જે વિશ્વમાં અજોડ છે, એમાંનું એક શિલ્પ એટલે ભૈરવની આ અદ્ભૂત મૂર્તિ છે, આ મૂર્તિ સૌમ્ય ભૈરવ(બટુક ભૈરવ)ની છે, ભગાસનમાં ઉભેલા ભૈરવ જેને વિસ(૨૦)ભુજાઓ છે, જેમાં હાથની અભય, વરદ, સિંહકર્ણ અને પૃથ્વી મુદ્રા અને અન્ય હાથોમાં શેષનાગ, ખડગ, ડમરું, ભૂષન્ડી, વજ્ર, કટાર, ઢાલ, ચક્ર, પાશ, અંકુશ, મુંડ અને કપાલ ધારણ કરેલ જણાય છે,  જાણે શેષનાગને સંકોરીને મસ્તકે વીંટયો હોય એમ જટાને બાંધી છે, કાનમાં (નાથ સંપ્રદાયના) કુંડળ, ગળામાં કંઠહાર, હારસૂત્ર, ગ્રીવા(કંઠો) સાથે નાગપણ ગળામાં વિટ્યો છે, ભુજબંધ, કટીસૂત્ર, ઉરદામ, મુક્તદામ, વનમાલા, પાદવલય, પાદઝાલક, મુંડ સહ વ્યાઘ્રચર્મ અને તેની સાથે ...