મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન યોજના - ગુજરાત સરકાર.
👉સમગ્ર રાજ્યમાં અંદાજે પ૦ હજાર એકર બિન ખેડવાણ વાળી જમીન ખેડવાણયુકત બનશે.
👉બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે.
👉પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે.
👉પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે.
નોંધ:-તસવીરો પ્રતિકાત્મક છે.
▶️મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના મુખ્ય ઉદેશ્ય.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે.
- કૃષિ-બાગાયતી પાકોના ઉત્પાદન અને આવક વધારી રોજગારીની નવી તકો ઉભી કરાશે.
- બીનઉપજાઉ સરકારી પડતર જમીનોમાંથી ફાળવવા યુકત જમીનના બ્લોકની ઓળખ જિલ્લા કક્ષાએ કલેકટરની અધ્યક્ષતાની સમિતિ કરશે.
- લીઝ માટેની અરજીઓની સ્કૂટિની અને ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા- બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ.
- જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે.
- ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ રૂ. ૧૦૦થી રૂ. પ૦૦નું ભાડુ લેવાશે.
- કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે.
- લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે.
- લીઝ મુદત પૂરી થતા પહેલા જમીન પરત કરવાના કિસ્સામાં સરકાર દ્વારા કોઇ જ વળતર મળવાપાત્ર નહિ રહે.
- જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને હાઇપાવર કમિટી કરશે.
For more information click here 👇
#farmer #yojana #bagayat #gujarat #kutch #patan #sabarkatha #banaskatha
Comments