Skip to main content

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...

World Lion Day : વિશ્ર્વ સિંહ દિવસ : The Roar of Lion

🦁આજે 10 ઓગસ્ટ એટલે🦁🐾

🦁વિશ્વ સિંહ દિવસ🦁

🦁હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન,
પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન.🐾
🦁લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે.

🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે.

🦁14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે.

🦁એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા.
🦁ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા.

🦁છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા.

🦁સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે.

🦁વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ.

🐾દિલ્હી-1834
🐾ભાવલપુર-1842
🐾મધ્ય ભારત તથા રાજસ્થાન-1870
🐾પુર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865
🐾પચ્છિમ અરવલ્લી-1880

🦁સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે.

🦁સિંહોની પ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1936 મા થઇ હતી ત્યારે સિંહોની સંખ્યા 287 નોંધવામા આવી હતી.

🦁મે 2015 મા સિંહોની છેલ્લી વસ્તી ગણતરી કરાતા 523 સિંહોની સંખ્યા જોવા મળી હતી જેમા 2010ની ગણતરી પ્રમાણે 112 સિંહોની વધારો જોવા મળેલો.
👉અત્યારસુધી કરવામા આવેલી આવેલી ગણતરીમા સૌથી વધુ સિંહોની સંખ્યા 2015 મા નોંધવામા આવી હતી.

🦁સિંહોની  વિવિધ વર્ષની સંખ્યા.

1936👉287
1968👉177
2001👉327
2005👉359
2010👉411
2015👉523

🦁2015 પ્રમાણે સિંહોની સંખ્યા.
👉109__નર સિંહ
👉201__માદા સિંહણ
👉213__બાળ સિંહ (બચ્ચા)
👉523=કુલ સિંહોની સંખ્યા*


🦁જિલ્લા દિઠ સિંહોની સંખ્યા*
જુનાગઢ._______268
અમરેલી._______174
ગિર સોમનાથ.___44
ભાવનગર.______37

🦁સિંહ, સાવજ, ઉનિયો વાઘ, કેશરી બબ્બર શેર, ASIATIC LION તરીકે ઓળખાતા જંગલના રાજા હવે લુપ્ત થવાની આરે પહોંચી ગયા છે

🦁 1973 સુધી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું,
🐯વાઘની ઘટતી સંખ્યા ને કારણે " પ્રોજેક્ટ ટાઈગર "શરુ કરીને વાઘને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો અપાયો હતો.

🦁🦁🦁🦁🦁🦁🐾🐾🐾🐾🐾🐾

સિંહ વિશે ભગવદ્ગોમંડલ શું કહે છે.🐾🐾🐾🐾

   🦁હિંસા કરનાર પ્રાણી. પુરાણમાં કહેલું છે કે, ક્રોધવશાની પુત્રી શાર્દૂલાને પેટે આ હિંસક જાતિ ઉત્પન્ન થઈ છે. બધાં પ્રાણીઓમાં તે વધારે શક્તિમાન, ઉદાર અને માનવાળો હોઈને વનરાજ કે પશુઓનો રાજા કહેવાય છે. ઇરાન, હિંદ અને આફ્રિકાનાં ગરમ જંગલોમાં આ પ્રાણી થાય છે.

 🦁તેને મૃગૈંદ્ર, પંચાસ્ય, હર્યક્ષ, કેસરી, ચિત્રકાય, મૃગદ્વિષ, હરિ, મૃગરિપુ, મૃગદ્રષ્ટિ, મૃગાશન, પુંડરીક,પંચનખ, કંઠીરવ, મૃગપતિ, પંચાનન, પલલભક્ષ પણ કહે છે.
🦁સિંહો પ્રાચીનકાળમાં ઉત્તપ ગ્રીસ અને મેસોડોનીઆમાં પણ હતા. તેઓનો વસવાટ ઇરાન અને મેસીપોટોમીઆમાં પણ હતો.

🦁 ઉત્તર અને મધ્ય ભારત પણ તેઓની ડણકથી ગાજતો હતો. ઈ.સ. ૧૮૨૨માં તેઓ પંજાબમાં પથરાયેલા હતા. ઉત્તર રોહિલખંડ અને રામપુર આસપાસ તેઓ અજાણ્યા નહોતા.
🦁ઈ.સ. ૧૮૪૭માં સાગોર અને નર્મદાનાં વનોમાં તેઓની વસતી નોંધાઈ છે. અલ્હાબાદથી ૮૦ માઈલ ઉપર જ તેનો શિકાર થયેલ સાંભળવામાં છે.

  🦁મધ્યભારત અને ગુજરાતમાં હજુ એક સદી પહેલાં સિંહોની સારી સંખ્યા જોવામાં આવતી હતી. ઈ.સ. ૧૮૩૦ સુધીમાં તે અમદાવાદ, આબુ અને ડીસાની સીમને શોભાવતા હતા. ડીસામાં છેલ્લા સાવજ ઈ.સ. ૧૮૭૦માં મરાયાની નોંધ મળે છે.

🦁સૌરાષ્ટમાં ધ્રાંગઘ્રા, જસદણ, ચોટીલા અને પૂર્વ ગીરથી માંડી પશ્ર્ચિમ ગિરનાર સહિત આલેચ અને બરડાની ડુંગરમાળ તેઓના વસવાટથી સભર હતી. હવે તો સામાન્યત: તેઓ એશિયા અને આફ્રિકામાં માલૂમ પડે છે.

🦁એશિયામાં અમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં અને તે યે માત્ર ગીરમાં તે માલૂમ પડે છે. ગિરનારની આસપાસના ૨૦, ૨૫ માઈલના ઘેરાવાને ગીરનું જંગલ કહે છે. આ ગીરના ૫૦૦ ચોરસ માઈલમાં તેઓની છેલ્લી વસતી ગણતરી થઈ છે. તે ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર ૨૧૨(હાલ ની સંખ્યા 523) સિંહો છે.

🦁સિંહની વસતી ગણતરી કરવા માટે તે કામ માટે નિષ્ણાતોને ખાસ રોકવામાં આવે છે અને તેઓ સિંહના વસવાટનાં સ્થાન, શિકારનાં સ્થાન, આરામના સ્થાન, પાણી પીવાના સ્થાન પાસેના સિંહ, સિંહણ ને તેઓનાં બચ્ચાંને તેમનાં પગલાં ઉપરથી જોઈતી તમામ હકીકત એકઠી કરે છે.

  🦁ગિરના સિંહની કેશવાળી સાધારણ રીતે આફ્રિકાવાસી સિંહની કેશવાળી જેટલી હોતી નથી. કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે. અત્યાર સુધીમાં ગીરનો લાંબામાં લાંબો સિંહ ૯ ફૂટ ૭ ઇંચ મપાયો છે: જ્યારે આફ્રિકાવાસી સિંહની લંબાઈ ૧૦ ફૂટ ૭ ઇંચની થઈ છે ગીરના લોકોની માન્યતા એવી છે કે, અહીં બે પ્રકારના સિંહ થાય છે: એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને 🦁વેલિયા કે 🦁વેલર અને ઊંચા દેહવાળાને 🦁ગધૈયા એવાં નામ આપ્યાં છે.
🦁એ સિવાય નેસવાળાએ પોતાની આસપાસના સાવજનાં નામ તેઓના રંગ અને અવાજ ઉપરથી રાખ્યાં છે. જેમકે, રાતડો, મશિયો, ખાંખરો વગેરે. સિંહનાં નાનાં બચ્ચાંના રંગમાં ડાઘા તથા લીટા હોય છે. આ ડાઘા તથા લીટા બતાવે છે કે, આ પ્રાણીના પૂર્વજોનો રંગ દીપડાના ગુલ અને વાઘના પટ્ટાની વચ્ચેના રંગવાળો હશે.
🦁આ ચિહ્નો ઉંમર વધવાની સાથે ઝાંખાં પડતાં જાય છે. નર બચ્ચાંને ગરદન ઉપર લાંબા વાળ હોય છે અને ઉંમર વધવાની સાથે તે વધતા જાય છે.

🦁 સિંહ જ્યારે છ વરસની ઉંમરનો થાય છે ત્યારે તે પૂર્ણ જુવાનીમાં આવી જાય છે, ત્યાંસુધી તેની કેશવાળીના વાળ વધતા રહે છે. પચીસ વર્ષ પછી તેને ઘડપણની નિશાની જણાય છે. તેનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે.
રંગે તે બદામી રંગનો છે. તેનો દેખાવ દમામદાર, ચાલ ધીરી, મર્યાદિત, અવાજ ઘોર ગર્જના જેવો અને સ્વભાવ ક્રૂર પણ ગંભીર હોય છે. તેની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલામથ્થો કહેવાય છે. ગરદન ઉપર લાંબા વાળ હોય છે તેને યાળ કહેવાય છે. તેની લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે.

 🦁 છેક પુરાણકાળથી પરિચિત આ પ્રાણી એક કાળે ગ્રીસ, સમગ્ર આફ્રિક ને દક્ષિણ એશિઅમાં વસતું હતું. પણ હાલ તો પૂર્વ આફ્રિક, મેસોપોટેમિયા તથા ઇરાન ઉપરાંત હિંદમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીરનાં જંગલોમાં જ તેની વસતી રહી છે.

🦁સિંહને એશિયાના ને આફ્રિકાના એમ બે વિભાગમાં વહેંચી નખાય છે. તેમાં યે સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે. એશિયન સિંહની કેશવાળી આછી ને પૂર્ણ વિકસિત દશામાં છેડેથી કાળી હોય છે.
🦁સેનિગાલના સિંહોને યાળ હોતી નથી. નાકથી પૂછડીના છેડા સુધી સિંહ નવ ફૂટથીયે લાંબો ને લગભગ ૫૦૦ રતલ વજનનો હોય છે. માદા નર કરતાં એકાદ ફૂટ નાની હોય છે. બંનેની પૂંછડીને છેડે વાળનો કાળો ગુચ્છો હોય છે; જેમાં શિંગડા જેવો સખત કાંટો હોય છે.

  🦁સિંહને હિંદીમાં શેર બબર, ગુજરાતમાં ઊંટિયો વાઘ ને સોરઠમાં સાવજ કહે છે. તે રેતાળ, સપાટ ને ખડકાળ તથા થોર અને પાણી કાંઠે ઊંચા ઘાસવાળી ખુલ્લી ભૂમિમાં વસે છે.

🦁અધિક બળવાન ને અતિશય હિંમતવાન તથા સાંકડી જગ્યામાં યે આસાનીથી સારું કૂદી શક્તો હોવા છતાં સિંહ વાઘ જેટલો ચપળ નથી. વળી ખુલ્લામાં સામે મોંએ મોં-ફાડીને હુમલો કરવાની તથા હંમેશા ધોરી માર્ગે જ આવજા કરવાની તેની ટેવ શિકારીને ઘણી અનુકૂળ નીવડે છે.

🦁દિવસ આખો એ ટાઢે છાંયે આરામ લે છે ને ગોરજ ટાણે ઊભા થઈ શિકારની શોધમાં નીકળે છે ત્યારે ગર્જનાઓ કરતા રહેવાની તેને ટેવ છે. તેનો ડણકવાનો સમય સાંજ અને ભળકડું ખાસ છે, છતાં રાતમાં તેઓ ડણકતા સાંભળવામાં આવે છે.

 🦁તેની ગર્જના મેઘગર્જના જેવી અત્યંત મોટી અને ગંભીર હોય છે. તેઓની ચોક્કસ પ્રજનન ઋતુ નથી, પરંતુ ગીરમાં વધારે ભાગમાં સિંહસિંહણોનો સંયોગ ઓકટોબર નવેંબર માસમાં થાય છે અને સિંહણો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ આપે છે.

🦁જે બચ્ચાંનો જન્મ વર્ષાઋતુ દરમિયાન થાય તેઓ ઘણે ભાગે પ્રતિકૂળ હવામાન અને ખોરાકની અછતને લઈ લાંબું નભતાં નથી.

🦁સિંહણ જ્યારે અઢી ત્રણ વર્ષની થાય ત્યારે જુવાનીમાં આવે છે અને એ અરસામાં તે બચ્ચાંને જન્મ આપે છે. તેનો ગર્ભાધાનનો સમય ચારેક માસનો છે. સિંહણ એકી સાથે બે બચ્ચાંને જન્મ આપે છે પણ ક્યારેક તેમાં એકાદનો વધારો પણ દેખાઈ આવે છે.

🦁બે વિયાજણ વચ્ચે ઓછામાં ઓછું દોઠ કે બે વરસનું અંતર હોય છે. એક વર્ષે બચ્ચાંના દુધિયા દાંત પડી બીજા આવવા શરૂ થાય છે. બચ્ચાંના ઉછેરમાં સિંહ પણ પૂરતો ભાગ લે છે અને આખા કુટુંબનું પોષણ કરે છે.

🦁સિંહ અને 🐯વાઘનો સંયોગ કરાવીને લાઈગર🐾 નામની વર્ણસંકર પ્રજા પણ ઉપજાવાઈ છે.🐅🐆

👍થોડી કહેવતો ને રૂઢીપ્રયોગો જોઈએ.

1️⃣ સિંહ કે શિયાળ ? = ફતેહના સમાચાર કે મોકાણના ? ફતેહ થઈ કે નાસીપાસી થઈ એમ પૂછતાં આ રૂઢિ વપરાય છે. જવાબમાં સામો માણસ જો ફતેહ થઈ હોય તો સિંહ એમ કહે છે ને જો નાસીપાસી મળી હોય તો શિયાળ એમ કહે છે.
 2️⃣સિંહનું બચ્ચું = બહાદૂર; મર્દ..

3️⃣ સિંહને વનનો ઓથ ને વનને સિંહનો ઓથ = નાના મોટાને એકબીજાનો સહકાર હોવાપણું.

🦁🐾Save Lion, Save Gir, Save Environment..🐾🐾🐾🦁

1⃣Https://youtube.com/c/KutchiBawaTalentHub

2⃣https://prjshyam.blogspot.com

3⃣https://m.facebook.com/KutchiBawaTalenthub

4⃣https://instagram.com/Kbthub@gmail.com
🦁https://youtube.com/c/KutchiBawaTalentHub
🦁નોંધ:-રેફરન્સ સોશિયલ મીડિયા નેટવર્ક, સરકારી વેબસાઈટ તેમજ ગીર પ્રવાસના અનુભવો માંથી સાભાર..🐾









Comments

Popular Post

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

PmKisan sanman nidhi yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Pmkisan yojana ના હપ્તાની વિગતો જાણવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરી આગળ વધો..  Check your beneficiary status Pmkisan yojana   📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx  Check the direct name.  See a list of each village here. Check your status as a beneficiary based on mobile number, account number or Aadhaar number.  Click on the given link. http...

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં કાનની નબળાઈ દેખાય આવે ...

મામૈયદેવ ધણીમાતંગ : ભારતના નોસ્ટ્રાડોમસ (ભવિષ્યવેતા)

🙏🏻કચ્છમાં લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મામૈદેવ કે ધણી માતંગ મામૈદેવ કે મામૈયા માતંગ તરીકે પ્રખ્યાત વિદ્વાને મામૈદેવપુરાણની રચના કરેલી. આજે પણ કચ્છમાં આ રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. https://www.youtube.com/c/KutchiBawaTalentHub મામાઈદેવ 12 મી સદીમાં ભારતમાં જન્મેલા ફિલસૂફ હતા. તે માતંગદેવના દીકરા હતા, જે લુરંગદેવના પુત્ર હતા, જેઓ ધણી માતંગ દેવના પુત્ર હતા.ગુજરાતની કચ્છ અને સિંધ, પાકિસ્તાનને ધર્મનો ઉપદેશ આપ્યો. તેમના પ્રચાર દરમિયાન તેમણે ભૂતકાળની ઘટનાઓની વાત કરી અને ભવિષ્ય વિશે ભવિષ્યવાણીઓ કરી. તેમણે પ્રાચીન બારામતી પંથનું વર્ણન અને રચના કરી. તેમની સમાધી પાકિસ્તાનમાં સિંધના બાડીન જિલ્લામાં માકલી માટી ગામ ખાતે સ્થિત છે. આ રચનાઓમાં પણ મામૈદેવે ભવિષ્યની આગાહીઓ રૂપે લખાણ કરેલું છે. મુળ કચ્છી સિંઘી ભાષાની આ રચનાઓ છે. Https://www.kbthub.wordpress.com કુંવર વિક્નીંડા કાઠયું, રા`વીકનીડા ઘાહ, માંમૈયો માતંગ ચ્યે, નાણે વિકંધા ન્યા. કુંવર (રાજકુમારો) લાકડાં વેંચશે, રા (રાજા) ઘાસ વેંચશે, મામૈદેવ કહે છે કે ન્યાય પણ નાણે વેંચાશે. ખચરડા ખીર ખાયન્ડા, તગડા ઈંડા તાજી, વડા માડુ વેહી રોંધા, પૂછા ઇન્ધા પાજી. ખચ્ચર (ગદર...

કચ્છ સ્ટેટનું ભૂગોળનું પાઠ્યપુસ્તક ઈ.સ.1913

Free Download book Click here  Click here 👇 Download here kutch's geography book

🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏

https://youtu.be/y247jwCPq1s 🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏  મિત્રો આજે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી પર એક સુચન છે કે તેમનું જીવનચરીત્ર 3 વખત અવશ્ય વાંચવું અને મનોમંથન કરવું. આપને એક અદ્ભુત ઊર્જાનો અનુભવ થાસે. ક્યારેય કોઈપણ પરીસ્થિતિ તમને ડરાવી કે ડગાવી નહીં શકે. એક અખૂટ ધીરજ, શોયઁ, સાહસ, વચનબધ્ધતા, ટેક, સ્વાભિમાન, સેવા, સમપઁણ, સમથઁતા, એકલ જુજારુપન, પ્રત્તિબધ્ધતા, નીડરતા, સાતત્યપૂણઁ અને સાત્ત્વિક જીવન, અટૂટ વિશ્વાસ અને ટેક. એવું તો ઘણું ઘણું ઘણુંબધું છે જે તમારી હર એક પરિસ્થિતિમાં તમને સ્થિરતા આપશે. તેમની આત્મકથા ત્રણ વાર જરૂરથી વાંચવા નમ્ર અનુરોધ છે. મારા અનુભવો માંથી સાભાર. "શ્યામ"ના હસ્તાક્ષર. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી - કચ્છ. 1⃣prjadeja1.blogspot.com 2⃣ મહારાણા પ્રતાપસિંહજીનો ત્રિબ્યુટ વિડિયો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://youtu.be/y247jwCPq1s વિડિયો સૌજન્ય :તલવારબાજી ટીમ-શકત શનાળા(મોરબી) અને યુવરાજ સિંહ ઝાલા. અન્ય માહિતી સ્ત્રોત મિત્ર યુવરાજસિંહ જાડેજા ગોંડલ.(યુયુત્સુ) 👑👑👑👑👑 મહારાણા પ્રત...