Skip to main content

Posts

Showing posts with the label Personal creation

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...

🙏🏻ઇમાનદારી : વેપારમાં ઉચ્ચ મૂલ્યોનો વારસો..🙏🏻

સત્ય ઘટના આધારીત.. હમણાં લગ્નની સિઝન પુરી થઇ. મારા ભાઈના લગ્ન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પુરા થયા હતાં એટલે લગ્નખર્ચનો હિસાબ કરી છુટક લેણાં ચૂકતે કર્યા. મોટા ખર્ચાને પ્રથમથી જ હપતે - હપતે ચુકવવાનું નક્કી કર્યું હતું. લાંબા હિસાબના લીસ્ટને ઓકે કર્યું. આ દરમિયાન લગ્ન જમણવારના અને રાશનના હિસાબના અમુક હપ્તા ચુકવ્યા. આ સમયે મિત્રો  તા. ૩૧-૩-૧૯ એક ફોન આવ્યો. જે ઉપાડ્યો ત્યારે સ્વાભાવિક જ મને લાગ્યું કે ફાઇનાન્સિયલ વર્ષ પૂર્ણ થતું હોવાથી કદાચ થોડી રુપિયાની વ્યવસ્થા બાબત હશે તેમ વિચાર્યુ. અને હિસાબ વાત સાંભળતા જ હાલમાં કોઈ વ્યવસ્થા નહીં થઈ શકે તેમ મારી અસમર્થતા દર્શાવી. પરંતુ સામેથી મારા આશ્ર્ચર્ય અને આનંદ વચ્ચે ખરેખર ધ્રુવ તારક સમાન નૈતિકતાની વાત જાણવા મળી. કે તમારા હિસાબમાં ભૂલથી રુ.૫૬૦૦ ની જગ્યાએ રુ.૧૮૦૦૦ ઉધારવામાં આવ્યા હતાં જે ફાઇનાન્સિયલ વર્ષ પૂર્ણતા પર છે ત્યારે ફરીથી હિસાબ કરતાં જાણવા મળી. જેની જાણ તમને કરતાં તથા રુ.૧૨૪૦૦ તમારા ખાતામાં જમા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત હિસાબ બાબત અને બાકી રહેલ રકમના ચૂકવણા બાબત પણ નિશ્ર્ચિત રહેવાનું જણાવવામાં આવ્યું. ખરેખર ફોનમાં સામેથી આ...

રંગપીંછનો કમાલ : મારી ચિત્રકારી - પર્સનલ મેમોરી

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ .   ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!  પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે. બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે. જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે. પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!! શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે?? શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે?? શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે?? આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!! "કુકડીનું મોં ઢેંફલે રાજી" આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે. તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ...

સારા પુસ્તકો : આત્મબોધ જગાવનાર મિત્રો

🙏🏻 મિત્રો હમણાં દિવાળી કામ ના સમયે ઘર માંથી ખજાનો નિકળ્યો!!! જી હા મિત્રો ખજાનો. આ ખજાનો છે મારા પુસ્તકો નો. વૈવિધ્ય સભર મનગમતા પુસ્તકો વાંચવા નો અતિ શોખ હતો. આ વાંચન ના શોખે કેટલાક ઐતિહાસિક, ધાર્મિક, મામિઁક, સાયન્ટિફિક, તર્કબદ્ધતા ધરાવતા અનેક પુસ્તકો અને તે માટે અનેક લાઈબ્રેરી ને શોધી ને વાંચ્યા અને ખરીદીયા પણ ખરા ને ગીફ્ટ મા પણ ધણા પુસ્તકો આપ્યા. તેમ છતા આ થોડા બચી ગયેલા પુસ્તકો ને જોઈ ને વિચાર આવ્યો કે "તેના જ(પુસ્તકો) વિચારો ને તેમની માટે મુકુ." આ તો ફક્ત એક નાની જલક જ બચી છે મારા પુસ્તક કલેક્શન ની ખજાનો તો ક્યારનો લુંટાવી દિધો. આ વાંચન ના શોખે એક નવી જ દ્રષ્ટિ અને શબ્દ ભંડોળ આપ્યા જીવન ને અલગ દ્રષ્ટિકોણે જોવા. પણ અત્યાર ના સમય માં મોબાઇલ આવ્યા હાથ માં ને જેમ ગામડા ની જુની રમતો લુપ્ત થઈ ગઈ એમ વાંચન નો પણ લોપ થયો. એમા હું પણ આવી જાવું,  પરંતુ હમણાં ફરીથી તે સમય તરફ પગરવ માંડ્યા છે અને આપ સૌ પણ શ્રેષ્ઠ વાંચન નો શોખ કેળવો એવી અભિલાષા સહ..🙏🏻🅿 Https://youtube.com/c/KutchiBawaTalentHub

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕 Dt.-24/10/2018 12:30 🌐https://prjadejaa.blogspot.com 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

🙏🏻એકાંત : એક આધ્યાત્મિક અનુભૂતિ🙏🏻

જય માતાજી મિત્રો આજના સમયમાં કોઈ પણ માણસ એકાંતપણું કે એકલતાથી એટલો ગભરાય છે કે જાણે તેને એકાંતકેદની સજા આપી હોય!!!!!! પરંતુ કુદરતે જાણે મને બાળપણથી જ એકાંતપ્રીય કે અગોચરપ્રીય સ્વભાવ અને અંતર્મુખી વ્યક્તિત્વ પ્રદાન કરેલ. જ્યારે બાળપણમાં બાળસહજ પ્રવૃત્તિઓમાં બાળકો જીવન વિતાવતા ત્યારે અમે બે ભાઈ સુમસામ સીમ અને ખેતરો વનવગડામાં જાણે પ્રકૃતિ સાથે સંવેદનશીલતા સાથે તેના અદ્ભુત અવર્ણનીય કાર્યોનું નિરીક્ષણ કરી અહોભાવ અનુભવતા. અમને ક્યારેય એવું નથી લાગ્યું જીવનમાં કે અમે બાળસહજ રમતો ના રમી શક્યા પરંતુ કાયમ એ ઈશ્ર્વરીય શક્તિનો આભાર માનતાં રહ્યાં કે તેણે ખૂબ જ નાની ઉંમરમાં જાણે અમને પરીપક્વ ના બનાવી દીધાં હોય ¿¿¿ આ સમય દરમિયાન ઘણીબધી વાર તોભાસર(વેરાન વગડો)ની સીમ હોય કે જ્યાં આખી રાત પસાર કરો અગોચર નીરવ શાંતિમાં કે પછી બીજું સ્થળ હોય મોટા આશાપુરા માતાજીનું મંદિર જે દિવ્ય ભૂમિ જાણે હદયના સંતાપ હરી હદયને અંત:કરણથી પરમ શાંતિ અને વિશ્ર્વાસ તેમજ શ્રધ્ધાને પુન:પ્રજ્વલિત કરે છે જ્યાં ઘણીવાર માનસિક વ્યગ્રતા અને અશાંતિના સમયે રાતના 12 ક્યારે એ મંદિર પરિસર કે તેના ચાચરનાં નયનરમ્ય મેદાનમાં વાગી જતાં એ ખબર ...

🙏🏻 SKKRSS : સન્માન સમારંભ અને પ્રથમ સ્નેહ મિલન સમારોહ 🙏🏻

તા. 22, એપ્રિલ 2018, ગાંધીનગર. તાજેતરમાં ગાંધીનગર ખાતે સફળતાના પયાઁય સમાન સંસ્થા શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર થયેલ ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલ્કી સેવા વગઁ 1,2 ના સફળ ઉમેદવારો નો સન્માન સમારોહ તથા સંસ્થાનાં પૂર્વ તાલીમાર્થીઓનું "પ્રથમ સ્નેહ મિલન" યોજવામાં આવ્યો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત શ્રી સુજાનસિંહ ગોહિલે કયુઁ. આમંત્રિત મંચસ્થ મહેમાનોમાં માન. શ્રી શંકરસિંહ રાણા (ચેરમેન - મધુર ડેરી)  માન.શ્રી એચ. બી. વરીયા સાહેબ,(ભૂતપૂર્વ ગુજરાત રાજ્ય સેવા આયોગ સભ્ય)  બા શ્રી દશરથબા મહેન્દ્રસિંહ પરમાર,(મુખ્ય દાતાશ્રી લેકાવાડા એકેડમી) માન. શ્રી સી. જે. ચાવડા સાહેબ,(ધારાસભ્ય ગાંધીનગર - મુખ્ય દાતાશ્રી _લેકાવાડા એકેડમી)  માન. શ્રી મયંકસિંહ ચાવડા,(D.IG-ગાંધીનગર) માન.શ્રી અશોકસિંહ પરમાર સાહેબ,(નાયબ સચિવશ્રી) માન. શ્રી રમજુભા જાડેજા સાહેબ(પ્રમુખ શ્રી ક.કા.રા.સે.સમાજ) સહિતના મહાનુભાવોની અમુલ્ય હાજરી થકી આ પ્રસંગ દીપી ઊઠ્યો. મહેમાનોના માગઁદશઁન  વક્તવ્યમાં સી.જે.ચાવડા સાહેબ, એચ. બી. વરીયા સ...

લોકશાહીના મંદિરની મુલાકાતે

🙏🏻 લોકશાહીના મંદિરની મુલાકાતે🙏 આજ રોજ તા. - 23 માર્ચ 2018 અને શહીદ દિન ના રોજ લોકશાહીના મંદિર સમા ગુજરાતના એપી સેન્ટર એવા ગાંધીનગર મધ્યે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ અને પ્રશ્ર્નોતરીના જીવંત સત્રની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. સૌ મિત્રો અને માગઁદશઁક એવા વડીલો ના સાનિધ્યમાં આ મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ. જાણે ગાંધીનગરના એક નાના હોલ માંથી ગુજરાતના 6 કરોડની જનતાનો દોરી સંચાર થતો હોય તેવું માલુમ પડ્યું. ભવ્યાતિભવ્ય વિધાનસભા સંકુલ અને નયનરમ્ય ફુલોથી સુશોભિત વિશાળ પરિસર ખૂબ જ આકષઁક હતાં. તો પરિસરની સિક્યોરિટી સિસ્ટમ અને ગૃહમાં સાજઁટો દ્વારા સંચાલિત સિક્યોરિટી સીસ્ટમ ખૂબ કાબિલેદાદ સરાહનીય હતી. પરંતું થોડા સમય પહેલાં સજાઁયેલા વિધાનસભા ગૃહના વરવા દ્રશ્યોના સાક્ષી ગુજરાત બન્યું પછી માનવ સહજ ઉત્કંઠા હતી કે, એવી તે કેવી રીતે થતી હશે ગૃહની કાર્યવાહી કે આજે આ નોબત આવીને ઊભી છે વિકાસના પયાઁય એવા ગુજરાતની?? પરંતુ આ 20 મિનિટની મુલાકાત એકંદરે શાંતિપૂર્ણ ચર્ચામાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે મિઠી રકઝક માં પસાર થયો. વિપક્ષના લોક પ્રતિનિધિઓ તરફથી લોકોના પ્રશ્નોની વાચાનો બહુ સિફતપૂર...