Skip to main content

Posts

Showing posts with the label ઐતિહાસિક માહિતી

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass

ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ : રાણીની વાવ પાટણ(ભાગ - 4)

 ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ :-  આ શિલ્પ વાવના કક્ષાસનના ખુણાનું શિલ્પ છે, જેમાં અંબાડી સહિતનો શણગારેલ ગજરાજ એની ઉપર મહાવત એ એક યોદ્ધા છે, આ ગજરાજ વિશાળતાનું પ્રતિક છે, એક મહસેન, સામે એક કેશરી (સિંહ) એ મહાસાગર જેવી સેનાનો સામનો પોતાના અદમ્ય સાહસ અને શૌર્યથી કરી રહ્યો છે, એ સિંહ એક વીર રાજપૂતનું પ્રતિક છે, આયુદ્ધ માં પોતે હારી જાય છે, એ વીરગતિ ને વહાલી કરે છે, પણ સિંહ માફક કોઈને શરણે થતો નથી.  આ યુદ્ધનું સંપૂર્ણ વર્ણન આ કક્ષાસન ના પટ ભાગમાં હોવાનું ચોક્કસ રીતે માનવામાં આવે છે, પણ આ કિર્તી ને સંપૂર્ણ પણે મિટાવવા ના પ્રયત્નના ભાગ રૂપે આ યુદ્ધપટ્ટ ને નષ્ટ કરવામાં આવ્યો હશે, પરંતુ સંપૂર્ણપણે મિટાવી શક્યા નહીં, આ શિલ્પ એવી જગ્યા એ છે કે જો એને નુકશાન પોહચડવામાં આવે તો સંપૂર્ણ વાવ ને નુકશાન થાય, માટે ઇતિહાસની સાક્ષી પૂરવા આ બચી ગયું.  આ શિલ્પ અડાલિજની ભવ્ય વાપીના બીજા મજલાના મંડપ માના કક્ષાસનનું છે..  ✍️ અજાન.. અન્ય અદ્દભૂત લેખ સિરિઝ ⬇️ ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો..... (ભાગ - 1) ભૈરવ મૂર

પરિકર યુક્ત ચામુંડા : રાણકી વાવ પાટણ (ભાગ - 3)

 "પરિકર યુક્ત ચામુંડા" ચૌલુકય કાળ એટલે ગુજરાતનો સર્વક્ષેત્રીય સુવર્ણ યુગ. આ યુગની અલભ્ય કૃતિ એટલે ગુર્જરેશ્વર સમ્રાટ ભીમદેવજી પ્રથમના સમય(અગિયારમી સદી)માં સામ્રાજ્ઞિ ઉદયમતી દેવી દ્વારા નિર્મિત શિલ્પના ખજાના રૂપ નંદા પ્રકારની વાપી(વાવ), પાટણ. જે યુનેસ્કો દ્વારા 'વિશ્વ ધરોહર' (world heritage) જાહેર થયેલી છે.  આ વાપીમાનું એક અદ્ભૂત શિલ્પ 'પરિકર યુક્ત ચામુંડા'નું શિલ્પ..  દસ ભુજા, વિચિત્ર ભાવમુદ્રા યુક્ત આ શિલ્પ એ અલભ્ય શિલ્પ છે, જેમાં જટા મુકટમાં મુંડમાળ, દસ ભુજાઓમાં ખડગ, સર્પ, ત્રિશુલ, દુર્લભ જોવા મળતી કટાર, ખટવાગ, લલિત મુદ્રા, વરદ મુદ્રા અને એક હાથમાંથી વિચિત્ર ભાવ સાથે જાણે મુંડ નીચે પડી ગયું છે, અને નીચે રહેલ પાર્થિવ શરીરના મુંડમાંથી રક્ત ટપકતું માંસ પ્રેત ખાઈ રહ્યું છે, એવો ભાસ થાય છે, એટલે કે આ સ્મશાન ચામુંડા છે. ચામુંડાના બે સ્વરૂપ છે, ઉગ્ર અને સૌમ્ય.   આ શિલ્પમાં માતાના શરીરને એ રીતે કંડારવામાં આવ્યું કે શરીરનું હાડ પિંજર અને પેશીઓ સ્પષ્ટ દેખાય છે, આ પ્રકારનું શિલ્પ રેતીયા પથ્થર(sand stone) માં કાંડારવું ખૂબ મુશ્કેલ હોય છે આથી આ શિલ્પ તે સમયના શિલ્પકારોની

મહિષાસુરમર્દીનીનું શિલ્પ : રાણીની વાવ પાટણ (ભાગ 2)

 ધર્મરાજસિંહ વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો..ભાગ - 2...   મહિષાસુરમર્દિની શિલ્પ (રાણકી વાવ)  પાટણ ખાતે વિશ્વ ધરોહર રાણીની વાવમાં અદભુત રીતે કંડારવામાં આવેલ માઁ ભગવતી મહિષાસુરમર્દીનીનું શિલ્પ જાણે માઁ ભગવતી સ્વયં અવતર્યા હોય એવો ભાસ કરાવે છે, આ મૂર્તિ એક જ રેતીયા પથ્થર (sandstone)માંથી કંડારવામાં આવી છે, માઁ ભગવતીની પરિકર યુક્ત મૂર્તિમાં નવદુર્ગા, પરિકરના મંડળમાં દેવી દેવતાઓ દ્વારા પુષ્પવર્ષા સ્તુતિગાન કરતા હોય જાણે, વિશ ભુજાઓ માં ખડગ,ડમરું, વરદ,  કમલ, શૂળ, અંકુશ, ગદા, ત્રિશુલ, વજ્ર, મહિષાસુરમુંડ, પાશ, સર્પ, ઘંટ, ખપ્પર, ઢાલ, દંડ, ધનુષ જેવા આયુધો ધારણ કરેલા છે, માથે કરડ મુગટ ધારણ કરેલો છે, માંના ભયથી થરથરી ભાગતા મહિષ (પાડા) પર ભગવતીએ ચક્રનો પ્રહાર કરી ઢાળ્યો, માંના વાહન હાવજે એને ઝાલ્યો છે, માં એ પોતાના ખડગ વડે એનું શીશ ધડથી અલગ કરીને મહિષાસુર નામના અસુરને મુંડકેશ થી પકડી બહાર કાઢી ને પોતાની મહાભયંકર શક્તિ ત્રિશુલ વડે એનો વધ કર્યો અને માં ભગવતી અંબા મહિષાસુરમર્દીની રૂપે મહાવીનાશકારી યુદ્ધનો અંત કરી સંસારને ભય મુક્ત કર્યો

રાણકી વાવ શિલ્પ સ્થાપત્ય પાટણ : મૂર્તિ મંડન, વિશભુજ ભૈરવ મૂર્તિની વિશેષતા

                    'ભૈરવ' ધર્મરાજસિંહ વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો..... શિલ્પ/મૂર્તિ મંડન, મહારાણી ઉદયમતી નિર્મિત 'રાણીની વાવ' પાટણ, ગુજરાત. (ઈ. સ.ની અગિયારમી સદી) વિશભુજ ભૈરવ મૂર્તિની વિશેષતા :-  રાણકી વાવ, પાટણના અદ્ભૂત શિલ્પોમાનાં એ શિલ્પો કે જે શિલ્પોની વિશેષતા તેની આયુધો સહિત ભુજાઓ (હાથ)ની ગોઠવણ છે, જે વિશ્વમાં અજોડ છે, એમાંનું એક શિલ્પ એટલે ભૈરવની આ અદ્ભૂત મૂર્તિ છે, આ મૂર્તિ સૌમ્ય ભૈરવ(બટુક ભૈરવ)ની છે, ભગાસનમાં ઉભેલા ભૈરવ જેને વિસ(૨૦)ભુજાઓ છે, જેમાં હાથની અભય, વરદ, સિંહકર્ણ અને પૃથ્વી મુદ્રા અને અન્ય હાથોમાં શેષનાગ, ખડગ, ડમરું, ભૂષન્ડી, વજ્ર, કટાર, ઢાલ, ચક્ર, પાશ, અંકુશ, મુંડ અને કપાલ ધારણ કરેલ જણાય છે,  જાણે શેષનાગને સંકોરીને મસ્તકે વીંટયો હોય એમ જટાને બાંધી છે, કાનમાં (નાથ સંપ્રદાયના) કુંડળ, ગળામાં કંઠહાર, હારસૂત્ર, ગ્રીવા(કંઠો) સાથે નાગપણ ગળામાં વિટ્યો છે, ભુજબંધ, કટીસૂત્ર, ઉરદામ, મુક્તદામ, વનમાલા, પાદવલય, પાદઝાલક, મુંડ સહ વ્યાઘ્રચર્મ અને તેની સાથે ઘંટડીઓ બાંધેલી છે, એવા સુંદર આભૂષણો આ મુર્ત

પ્રભાસ ક્ષેત્ર : પ્રભાસપાટણ સોમનાથ મહાદેવ : somnath temple

શું તમે જાણો ણો છો કે આજે આપણે જેને સોમનાથ નામે ઓળખીએ છીએ તેનું મૂળ નામ પ્રભાસપાટણ છે? વળી, પ્રભાસપાટણ પણ પોતાની અંદર અનેક વિશેષતાઓ ધરાવીને બેઠું છે. આવો જાણીએ આ ભવ્ય નગરના ઇતિહાસને. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમાન. પ્રભાસ ક્ષેત્ર નું બીજું નામ ભાસ્કર ક્ષેત્ર પણ છે. પુરાણમાં કથા છે કે સૂર્ય પ્રભાસમાં પૂર્ણ કળાએ પ્રકાશમાન હતા. એ પ્રકાશ એટલો અસહ્ય હતો કે તેમની પત્ની છાયા પણ તેમની નજીક ન જઇ શકતા. આથી સૂર્યદેવ પોતાની સોળ કળામાંથી બાર પ્રભાસ ક્ષેત્ર ના બાર સૂર્યમંદિર ને આપી દીધી, અને ચાર પોતાની પાસે રાખી. આ ઉપરથી સાબીત થાય છે કે અહીં સૂર્ય પૂજા નો પ્રચાર હશે. મહાભારત અને બીજા ઉલ્લેખો ઉપરથી જણાય છે કે મૌર્ય યુગ પહેલા પણ પ્રભાસ સૌરાષ્ટ્રનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું પ્રખ્યાત સ્થળ હતું. પ્રભાસ ક્ષેત્ર દરિયાકાંઠાને નાઘેર નામે ઓળખવામાં આવે છે. આ ભાગમાં એક સમય સમૃદ્ધ બંદરો હતા. અને આ લીલાછમ નાઘેર નું મુખ્ય મથક એક કાર્ય પ્રભાસપાટણ હતું.  પ્રભાસ બંદર રાતો સમુદ્ર, ઉત્તર આફ્રિકા નો કિનારો અને હિન્દુસ્તાન વચ્ચેનો વેપાર નું મુખ્ય મથક હતું. અર્વાચીન સમયમાં જુના બંદરોની સમૃદ્ધિ ઓછી થઈ રહી છે અને પાટણ પર અવાર

ભગવદ ગીતા પ્રમાણે ક્ષત્રિય

शौर्यम तेजो धृति र्दाक्ष्यम युद्धे चाप्य पलायनम । दानं ईश्वरभावस्च क्षात्रम कर्म स्वभावजम। भगवदगीता अध्याय 18 श्लोक 43  શૌર્ય તેજ ધૈર્ય દક્ષતા યુદ્ધ થી વિમુખ ના થવું દાન કરવું અને લોકો પર સત્તા ચલાવવી , એ ક્ષત્રિયો ના સ્વભાવસિદ્ધ કર્મ છે. 1 શૌર્ય પ્રથમ ગુણ. સૂર્ય પોતાના પ્રકાશ આપવાના કાર્ય મા અન્યની સહાયની અપેક્ષા રાખતો નથી અથવા સિંહ પોતાના પરાક્રમ ને ગજવવાના કાર્ય મા બીજા કોઈ સાથિ ની અપેક્ષા રાખતો નથી તેમ જે બીજાની સહાય વિનાનો સ્વયંભૂ બળવાન શુરો હોય છે તે ક્ષત્રિય પ્રકૃતિ નો પ્રથમ ગુણ શૌર્ય છે. 2. તેજ સૂર્ય ના પ્રકાશ થી અગણિત નક્ષત્રો નો લોપ થાય છે. પરંતુ ચંદ્ર સહિત અગણિત નક્ષત્રો પણ ભેગા મળી ને સૂર્ય નો લોપ કરવા સમર્થ નથી. તે પ્રમાણે પોતાના યોગ્ય ગુણો થી સર્વ જગત ને આશ્ચર્ય મા નાખી દે છે. અને ગમે તેવો પ્રસંગ આવે તોપણ પોતે ગભરાય નહીં એવો જે પ્રસંશનીય ગુણ તેજ તે ક્ષત્રિય પ્રકૃતિ નો બીજો ગુણ છે. 3 ધીરજ ધૈર્ય. આકાશ પણ તૂટી પડે તોપણ જેના મન અને બુદ્ધિ મા ક્ષોભ થતો નથી. એને ક્ષત્રિય પ્રકૃતિ નો ત્રીજો ગુણ ધીરજ કહેવામાં આવે છે.  4. દક્ષતા , ચતુરાઈ પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ કમળ પાણી ને ઉ

મહારાણા પ્રતાપ જન્મ જયંતિ અને સમાજના ચાર મહાનુભાવો

🚩મહારાણા પ્રતાપ જન્મ જ્યંતિ સાથે આપણા સમાજના  ચાર મહાનુભાવો જેઓનું સમગ્ર જીવન સમાજ સેવામાં  અને રાજપુત સમાજ માટે હર હંમેશ પ્રેરણાદાઇ હોય  તેઓ શ્રીઓની  જન્મ જ્યંતિ સાથે  ઉજવવાનું નક્કી કરેલ છે, તેઓ શ્રીઓનો સંક્ષિપ્ત સામાજીક  પરિચય🚩 નોધ:- વર્તમાન પરિસ્થિતિ અનુસાર પોતાના ઘરે સહ પરિવાર આ કાર્યક્રમમાં જોડાઇએ અને સમાજ ના વધુમાં વધુ યુવાનો.ભાઈઓ.અને વડીલોને કાર્યક્રમ માં જોડવા આહવાન આપીએ,મહારાણા પ્રતાપ સાથે આપણા મહાનુભાવો ને પુષ્પાંજલી, સ્મરણાંજલી.અને ભાવાંજલિ  આપી સામાજિક ફરજ નિભાવવા વિનંતી છે.સાથે સાથે આમુલ પરિવતૅન ની જુબેશમાં સહભાગી થઈ સમાજમાં આમુલ પરિવતૅન માટે સતત પ્રયત્નશીલ રહી  શુભ કાર્યો ની સ્વથી શરુંઆત કરવા વિનંતી છે,  (1) કુમાર શ્રી હરભમજીરાજ સાહેબ મોરબી મોરબીના નામદાર ઠાકોર સાહેબ રવાજી સાહેબ ના બીજા કુંવર શ્રી હરભમજીરાજ નો જન્મ વિ.સં. 1918 જેઠ સુદ ચોથ ને રવિવાર તા-1/6/1862 ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ મોરબી તથા ઉચ્ચ શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં લીધુ.1883માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ટ્રિનિટ્રી કોલેજ માં બી.એ. પાસ કર્યુ. 1885 માં બેરિસ્ટર બની ઇંગ્લેન્ડ થી અભ્યાસ પુરો કરી પરત હિન્દ

ક્રાંતિવીર સરદારસિંહજી રાણા સાહેબને શ્રધ્ધાંજલી

“વંદે માત્તરમ” સરદારસિંહ રાણા:- એક એવા ક્રાંતિકારી માર્તંડ કે જેણે ભારતીય આઝાદી ની લડત મા અનેક જ્વાળામૂખી જેવા ક્રાંતિકારી ઓનું નિર્માણ કર્યું ,આ લડત મા સશસ્ત્ર ક્રાંતિ ની શરૂઆત કરી, આઝાદી ના યજ્ઞ કુંડ મા એ સમયમાં તન,મન,ધન  થી આહૂતી આપી પરંતુ એનો કોઈ હિસાબ નથી, જેમણે વર્તમાન સમય માં દરેક વ્યક્તિ એ જાણવા આવશ્યક છે પરંતુ દુર્ભાગ્યશ એમણે કરેલા કાર્યો ની માહીતી આપડા સુધી પહોંચી નથી(કારણ કોઈ પણ હોઈ શકે પરંતુ આપડે એમા પડવું નથી..),,જો કે સરદાર સિંહે પોતે ક્યારે પણ નામ માટે આ કામ કર્યું નથી અને ક્યારે પણ એવી આશા નથી રાખી કે મારા કરેલા કાર્યો લોકો સુધી પોહચે .. નહીતર જે વ્યક્તિ એ રવિન્દ્રનાથ ટાગોર ની “શાંતિનીકેતન” અને પંડીત મદન મોહન માલવિયાજી ને  “બનારસ હિન્દુ યુનિવર્સિટી” સ્થાપવા મા  સિંહફાળો હોય એ પોતાનું એક મેમોરિયલ ન બનાવી શકે?? પરંતુ એમણે એ નોતુ કરવા નું .. આજે ૧૦એર્પિલ ૧૮૭૦, એમની ૧૫૦ ની જન્મ જંયતી નીમ્મીતે એમણે કરેલા અનેક કાર્યો માં ના અમુક કાર્યો વિશે ખૂબ જ ટૂકમાં માહીતી આપવા ઇચ્છુ છું . • રાજકોટ ની આલફ્રેડ હાઈસ્કૂલ માં ગાંધીજી અને સરદાર સિંહ રાણા બન્ને સહાધ્યાયી હતા.. ગાંધીજી તેમન

કચ્છ સ્ટેટનું ભૂગોળનું પાઠ્યપુસ્તક ઈ.સ.1913

Free Download book Click here  Click here 👇 Download here kutch's geography book

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻

🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻 સૌરાષ્ટ્રની રસધારા - આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હમેશા રહેવાનો છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે, https://www.youtube.com/c/KutchiBawaTalentHub નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ઘુઘવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા સુવર્ણ અક્ષરોમા લખાયેલ છે, ધરમની રક્ષા કાજે યુધ્ધે ચડેલા મીઢોડ બંધા રાજપુતની આજે વાત માડવી છે. જેમનું નામ સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે, ભગવાન સોમનાથ મંદિર પરીસરમા પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે, કવિએ અટલે તો કહ્યું છે..., "ધડ ધીગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પુજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થવું." ભગવાન સોમનાથના સાનિધ