ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ :-
આ શિલ્પ વાવના કક્ષાસનના ખુણાનું શિલ્પ છે, જેમાં અંબાડી સહિતનો શણગારેલ ગજરાજ એની ઉપર મહાવત એ એક યોદ્ધા છે, આ ગજરાજ વિશાળતાનું પ્રતિક છે, એક મહસેન, સામે એક કેશરી (સિંહ) એ મહાસાગર જેવી સેનાનો સામનો પોતાના અદમ્ય સાહસ અને શૌર્યથી કરી રહ્યો છે, એ સિંહ એક વીર રાજપૂતનું પ્રતિક છે, આયુદ્ધ માં પોતે હારી જાય છે, એ વીરગતિ ને વહાલી કરે છે, પણ સિંહ માફક કોઈને શરણે થતો નથી.
આ યુદ્ધનું સંપૂર્ણ વર્ણન આ કક્ષાસન ના પટ ભાગમાં હોવાનું ચોક્કસ રીતે માનવામાં આવે છે, પણ આ કિર્તી ને સંપૂર્ણ પણે મિટાવવા ના પ્રયત્નના ભાગ રૂપે આ યુદ્ધપટ્ટ ને નષ્ટ કરવામાં આવ્યો હશે, પરંતુ સંપૂર્ણપણે મિટાવી શક્યા નહીં, આ શિલ્પ એવી જગ્યા એ છે કે જો એને નુકશાન પોહચડવામાં આવે તો સંપૂર્ણ વાવ ને નુકશાન થાય, માટે ઇતિહાસની સાક્ષી પૂરવા આ બચી ગયું.
આ શિલ્પ અડાલિજની ભવ્ય વાપીના બીજા મજલાના મંડપ માના કક્ષાસનનું છે..
✍️ અજાન..
અન્ય અદ્દભૂત લેખ સિરિઝ ⬇️
ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો.....
(ભાગ - 1) ભૈરવ મૂર્તિ સ્થાપત્યો - રાણકી વાવ પાટણ
(ભાગ - 2)
મહિષાસુરમર્દિનીનું શિલ્પ સ્થાપત્ય
રાણકી વાવ પાટણ અને મહાકવિ કાલિદાસ લિખિત સ્તુતિ સાથે.
(ભાગ - 3) પરિકર યુક્ત ચામુંડા : રાણકી વાવ પાટણ
(ભાગ - 4)
ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ : રાણીની વાવ પાટણ
Comments