"પરિકર યુક્ત ચામુંડા"
ચૌલુકય કાળ એટલે ગુજરાતનો સર્વક્ષેત્રીય સુવર્ણ યુગ.
આ યુગની અલભ્ય કૃતિ એટલે ગુર્જરેશ્વર સમ્રાટ ભીમદેવજી પ્રથમના સમય(અગિયારમી સદી)માં સામ્રાજ્ઞિ ઉદયમતી દેવી દ્વારા નિર્મિત શિલ્પના ખજાના રૂપ નંદા પ્રકારની વાપી(વાવ), પાટણ. જે યુનેસ્કો દ્વારા 'વિશ્વ ધરોહર' (world heritage) જાહેર થયેલી છે.
આ વાપીમાનું એક અદ્ભૂત શિલ્પ 'પરિકર યુક્ત ચામુંડા'નું શિલ્પ..
દસ ભુજા, વિચિત્ર ભાવમુદ્રા યુક્ત આ શિલ્પ એ અલભ્ય શિલ્પ છે, જેમાં જટા મુકટમાં મુંડમાળ, દસ ભુજાઓમાં ખડગ, સર્પ, ત્રિશુલ, દુર્લભ જોવા મળતી કટાર, ખટવાગ, લલિત મુદ્રા, વરદ મુદ્રા અને એક હાથમાંથી વિચિત્ર ભાવ સાથે જાણે મુંડ નીચે પડી ગયું છે, અને નીચે રહેલ પાર્થિવ શરીરના મુંડમાંથી રક્ત ટપકતું માંસ પ્રેત ખાઈ રહ્યું છે, એવો ભાસ થાય છે, એટલે કે આ સ્મશાન ચામુંડા છે. ચામુંડાના બે સ્વરૂપ છે, ઉગ્ર અને સૌમ્ય.
આ શિલ્પમાં માતાના શરીરને એ રીતે કંડારવામાં આવ્યું કે શરીરનું હાડ પિંજર અને પેશીઓ સ્પષ્ટ દેખાય છે, આ પ્રકારનું શિલ્પ રેતીયા પથ્થર(sand stone) માં કાંડારવું ખૂબ મુશ્કેલ હોય છે આથી આ શિલ્પ તે સમયના શિલ્પકારોની કુશળતા અને મહાનતાની સુપેરે સાક્ષી પુરે છે.
✍️ ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)
અન્ય અદ્દભૂત લેખ સિરિઝ ⬇️
ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો.....
(ભાગ - 1) ભૈરવ મૂર્તિ સ્થાપત્યો - રાણકી વાવ પાટણ
ભાગ - 2)
મહિષાસુરમર્દિનીનું શિલ્પ સ્થાપત્ય
રાણકી વાવ પાટણ અને મહાકવિ કાલિદાસ લિખિત સ્તુતિ સાથે.
(ભાગ - 3) પરિકર યુક્ત ચામુંડા : રાણકી વાવ પાટણ
Comments