Skip to main content

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass

મહારાણા પ્રતાપ જન્મ જયંતિ અને સમાજના ચાર મહાનુભાવો




🚩મહારાણા પ્રતાપ જન્મ જ્યંતિ સાથે આપણા સમાજના  ચાર મહાનુભાવો જેઓનું સમગ્ર જીવન સમાજ સેવામાં  અને રાજપુત સમાજ માટે હર હંમેશ પ્રેરણાદાઇ હોય 
તેઓ શ્રીઓની  જન્મ જ્યંતિ સાથે  ઉજવવાનું નક્કી કરેલ છે, તેઓ શ્રીઓનો સંક્ષિપ્ત સામાજીક  પરિચય🚩
નોધ:- વર્તમાન પરિસ્થિતિ અનુસાર પોતાના ઘરે સહ પરિવાર આ કાર્યક્રમમાં જોડાઇએ અને સમાજ ના વધુમાં વધુ યુવાનો.ભાઈઓ.અને વડીલોને કાર્યક્રમ માં જોડવા આહવાન આપીએ,મહારાણા પ્રતાપ સાથે આપણા મહાનુભાવો ને પુષ્પાંજલી, સ્મરણાંજલી.અને ભાવાંજલિ  આપી સામાજિક ફરજ નિભાવવા વિનંતી છે.સાથે સાથે આમુલ પરિવતૅન ની જુબેશમાં સહભાગી થઈ સમાજમાં આમુલ પરિવતૅન માટે સતત પ્રયત્નશીલ રહી  શુભ કાર્યો ની સ્વથી શરુંઆત કરવા વિનંતી છે, 

(1) કુમાર શ્રી હરભમજીરાજ સાહેબ મોરબી

મોરબીના નામદાર ઠાકોર સાહેબ રવાજી સાહેબ ના બીજા કુંવર શ્રી હરભમજીરાજ નો જન્મ વિ.સં. 1918 જેઠ સુદ ચોથ ને રવિવાર તા-1/6/1862 ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ મોરબી તથા ઉચ્ચ શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં લીધુ.1883માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ટ્રિનિટ્રી કોલેજ માં બી.એ. પાસ કર્યુ. 1885 માં બેરિસ્ટર બની ઇંગ્લેન્ડ થી અભ્યાસ પુરો કરી પરત હિન્દુસ્તાન આવી 1895 થી 1905 બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી. જીવંત પરીયંત અંગ્રેજો ના, રજવાડાઓ સામેના અન્યાયકારી નિર્ણયો અંગે ન્યાય અપાવા સલાહકાર તરીકેની ભુમિકા નિભાવી. અખિલ હિન્દ રાજપુત લીગની સ્થાપના કરી, તેમજ શ્રી ક.કુ.ગુ.ગ.એસોસિએશનની 1906 માં સ્થાપના કરી અને આ જીવન પ્રમુખ પદે રહ્યા. તેમજ રાજપુત સમાજ ની બોર્ડિંગો,છાત્રાલયો, ગુજરાત -રાજસ્થાન - મહારાષ્ટ્ર - મધ્યપ્રદેશ માં શરુ કરવામાં સૌથી મોટુ યોગદાન તેમનુ છે. તેમજ રાજા રજવાડાઓ ના ભાયાતિ સાથેના વાદ વિવાદમાં સમાધાન કરાવામાં અગ્રેસર રહ્યા. તેમજ શ્રી અરવિંદઘોષ, સુભાસચંદ્ર બોઝ,બાલ ગંગાધર તિલક વિગેરેને સ્વતંત્રતાની ચડવળમાં સહયોગ કર્યો.
(2) શ્રી.પૂજ્ય હરિસિંહજી બાપુ ગઢૂલા 
પૂજ્ય હરિસિંહજી ગોહિલનો જન્મ વિ.સં 1967 જેઠ સુદ અગિયારસ તારીખ 7/6/1911 ના રોજ અખુભા ગોહિલ ગઢુલાના ઘરે થયો અને બાળપણથી શ્રી.ક.કા.કુ.ગી.એસો. ના અગ્રણી ના સંપર્કમા આવતા સમાજસેવા ના કાર્યમાં સક્રિય સહીયોગી બન્યા. અને ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી માનસના કારણે ગુજરાતમાં જન સંઘ ની સ્થાપનામાં મહત્વની ભુમીકા નિભાવી અને સ્થાપક પ્રમુખ તરિકે સેવા આપી, તેમજ હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે કામ કર્યુ.1950 થી 1955 બે ટમ માટે રાજકોટ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરી. તેમજ સિહોર વિસ્તારમાંથી ધારા સભામાં ચુંટાઇને ગયા.1956 માં રાજસ્થાનમા ચાલતા ભૂ-સ્વામિ આંદોલનને સહયોગ આપવા પોતે તથા ચંદ્રસિંહ ભાડવા તથા નટવરસિંહ નાગ્રેચા રાજસ્થાન જાય છે. અને ત્યા ક્ષત્રિય યુવક સંઘ ના સ્થાપક પૂજ્ય તનસિંહજી તથા તે સમયના સંઘ પ્રમુખ આયુવાનસિંહને મળે છે. અને ક્ષત્રિય યુવક સંઘ ની પ્રવૃતિ ગુજરાતમા લાવવા માટે વિનંતિ કરે છે.ક્ષત્રિય યુવક સંઘની પ્રવૃતિ ગુજરાતમા લાવવા માટે અગ્રેસર ભૂમિકા ભજવી. હરિસિંહ બાપુ પોતાની ઢળતી ઉંમરે કેહતા કે જિંદગી ખોટી વેડફી નાખી, કરવા જેવુ કામ તો આ ક્ષત્રિય યુવક સંઘનું જ છે. શ્રી હરિસિંહજીએ પોતાના જીવન દરમિયાન સમાજ અને રાષ્ટ્રને વિશેષ મહત્વ આપ્યુ છે.
(3) શ્રી પૂજ્ય ચંદ્રસિંહજી ભાડવા દરબાર
ચંદ્રસિંહજી ભાડવાનો જન્મ વિ.સં. 1962 જેઠવદ આઠમ ને તારીખ.6/6/1906ના રોજ ભાડવામાં થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ સંગ્રામસિંહ હાઇસ્કુલ ગોંડલમાં લીધુ હતુ અને રાજકોટ ગરાસિયા બોર્ડિંગમા રહી ને પોતાનું શિક્ષણ પુરુ કર્યુ હતુ.જામનગર રાજ્યના પોલીસખાતામા જોડાયાં હતા.અને 1933 માં ભાડવાની ગાદીએ બેઠા હતા. અને તેઓ પોતાના જીવન દરમિયાન મહાત્મા રણછોડદાસજી ના પરીચયમા આવતાં સમાજ સેવાનો ભેખ પહેરી લીધેલ. ભારતની આઝાદી વખતે ખુબ મહત્વનો ભાગ ભજવી જામનગરના દિગ્વિજયસિંહના નેતૃત્વ હેઠળની જામજુથ યોજના દેશના હિતમા નથી તેમ ખુલ્લા મને જાહેર વિરોધ કરી અખંડ ભારતના સર્જન માટે હિન્દી સંઘ સાથે જોડાણ કરેલ. તેઓ હંમેશા કહેતા કે અખંડ ભારતના નિર્માણમાં ક્ષત્રિયોએ ઘણું બધુ ગુમાવ્યું હશે, કોઇ વખત નાની સુની ભુલો કરી હશે પરંતું,ભારતના ભાગલા થાય એવી ભુલ ક્યારેય નથી કરી.તેમજ આરજી હુકુમતના સૈનિકોને ભાડવામા તાલિમ આપી હથિયાર પુરા પાડી ગરાસદાર તાલુકદારોને પ્રેરણા આપી હતી.તેઓએ ગરાસદારો ના હક માટે 1949, 1951 સત્યાગ્રહ અને ઉપવાસ કરેલ અને 1969મા કચ્છના ગરાસદારો માટે મઉ ના રણજીતસિંહજી સાથે રાજપૂતો માટે ન્યાયની માંગણી કરેલ.તેઓ 6/7/1969ના રોજ સ્વ હસ્તે સ્વર્ગે સિધાવેલ.
(4) શ્રી પૂ.મનુભા પાતાભાઈ ચુડાસમા 
પૂ.મનુભા પાતાભાઈ ચુડાસમા ચેર ભાલની ઝાડ ,પાણી વિનાની વેરાન ધરતીનાં નાનકળા ગામ ચેરમાં વિ.સં. 1938, જેઠ સુદ-8 (તા.25/5/1882) ના દિવસે એક સિતારાનું અવતરણ થયુ.તેઓ શ્રી એ ધોલેરામાં ધોરણ 5 સુધી જ અભ્યાસ કરેલ. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવત ને સાર્થક કરી. ફક્ત ૧૨ વષઁની ઉંમરે ગામનાં વડીલો ને સંપત્તિ દાન માટે વાત કરી, આવકનો આઠમો ભાગ દાનમાં આપવા નિણર્ય કર્યો, સમાજના અનાથ વિધવા પ્રત્યે ઉદાર ભાવના રાખી વિધવાઓના દુ:ખો દુર કરવા હંમેશા કાર્યરત રહયા, આર્યસમાજ ના વિચારો ને જીવનમાં અપનાવી સમાજ સેવા સાથે જોડાયા, ગુરુકુળ શિક્ષણ પધ્ધતિ માટે સોનગઢમાં ગુરુકુળની સ્થાપના કરી.1923 માં અમદાવાદ માં આર્યસમાજના અધિવેશનમાં મુસ્લીમો તરફથી કનડગત થતા ચુ.રા. સમાજના 200 સ્વંયમ સેવકો લઈને બાપુએ અમદાવાદ મુસ્લીમોની પ્રવતિને નિષ્ફળ બનાવી. સૌકા પરિષદમાં વરતેજ પરિષદ ના બીજ રોપાયા, ૬/૧૧/૧૯૨૪માં વરતેજ રાજપુત પરિષદ ના પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં ક્ષત્રિય સમાજે જ નહિ, સમગ્ર રાષ્ટ્રે ક્ષત્રિયો ની જાગૃતિ ની નોંધ લીધી. આ પરિષદમાં ગાંધીજી ના પ્રતિનિધિ કસ્તુરબા અને વલ્લભભાઈ પટેલ હાજર હતા, ઓઘુભા બાપુ, અને તખુભા બાપુ ને સાથે રાખીને સમાજ ના ભાઈઓ ને ઘરખેડ ખેતી કરવા સમજાવવા માટે ધંધુકા તાલુકામાં ગાડામાં બેસી ઘેર ઘેર ફર્યા હતા. ગોહીલ વાડ, હાલારમાં પણ ઘેરખેડ ખેતી કરવા સમજાવવા કરેલ. રાજપુત સમાજ ની આજીવન સમાજસેવા જ તેમના જીવન નો પયાઁય બની ગઈ
x

Comments

Popular Post

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

PmKisan sanman nidhi yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Pmkisan yojana ના હપ્તાની વિગતો જાણવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરી આગળ વધો..  Check your beneficiary status Pmkisan yojana   📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx  Check the direct name.  See a list of each village here. Check your status as a beneficiary based on mobile number, account number or Aadhaar number.  Click on the given link. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx 📉વધુ માહિતી માટે pmkisan.gov.inની વેબસાઈટ ચેક કરો. વેબસાઈટ લિંક ⏬ pmkisan site 📲#new farmer registr

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં કાનની નબળાઈ દેખાય આવે છે પરંતુ  જ્યારે છાપું વાંચવા કે ડોંગરે

World Lion Day : વિશ્ર્વ સિંહ દિવસ : The Roar of Lion

🦁આજે 10 ઓગસ્ટ એટલે🦁🐾 🦁 વિશ્વ સિંહ દિવસ 🦁 🦁હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન, પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન.🐾 🦁લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. 🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે. 🦁14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે. 🦁એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા. 🦁ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા. 🦁છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા. 🦁સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે. 🦁વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ. 🐾દિલ્હી-1834 🐾ભાવલપુર-1842 🐾મધ્ય ભારત તથા રાજસ્થાન-1870 🐾પુર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865 🐾પચ્છિમ અરવલ્લી-1880 🦁સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે. 🦁

મામૈયદેવ ધણીમાતંગ : ભારતના નોસ્ટ્રાડોમસ (ભવિષ્યવેતા)

🙏🏻કચ્છમાં લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મામૈદેવ કે ધણી માતંગ મામૈદેવ કે મામૈયા માતંગ તરીકે પ્રખ્યાત વિદ્વાને મામૈદેવપુરાણની રચના કરેલી. આજે પણ કચ્છમાં આ રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. https://www.youtube.com/c/KutchiBawaTalentHub મામાઈદેવ 12 મી સદીમાં ભારતમાં જન્મેલા ફિલસૂફ હતા. તે માતંગદેવના દીકરા હતા, જે લુરંગદેવના પુત્ર હતા, જેઓ ધણી માતંગ દેવના પુત્ર હતા.ગુજરાતની કચ્છ અને સિંધ, પાકિસ્તાનને ધર્મનો ઉપદેશ આપ્યો. તેમના પ્રચાર દરમિયાન તેમણે ભૂતકાળની ઘટનાઓની વાત કરી અને ભવિષ્ય વિશે ભવિષ્યવાણીઓ કરી. તેમણે પ્રાચીન બારામતી પંથનું વર્ણન અને રચના કરી. તેમની સમાધી પાકિસ્તાનમાં સિંધના બાડીન જિલ્લામાં માકલી માટી ગામ ખાતે સ્થિત છે. આ રચનાઓમાં પણ મામૈદેવે ભવિષ્યની આગાહીઓ રૂપે લખાણ કરેલું છે. મુળ કચ્છી સિંઘી ભાષાની આ રચનાઓ છે. Https://www.kbthub.wordpress.com કુંવર વિક્નીંડા કાઠયું, રા`વીકનીડા ઘાહ, માંમૈયો માતંગ ચ્યે, નાણે વિકંધા ન્યા. કુંવર (રાજકુમારો) લાકડાં વેંચશે, રા (રાજા) ઘાસ વેંચશે, મામૈદેવ કહે છે કે ન્યાય પણ નાણે વેંચાશે. ખચરડા ખીર ખાયન્ડા, તગડા ઈંડા તાજી, વડા માડુ વેહી રોંધા, પૂછા ઇન્ધા પાજી. ખચ્ચર (ગદર

કચ્છ સ્ટેટનું ભૂગોળનું પાઠ્યપુસ્તક ઈ.સ.1913

Free Download book Click here  Click here 👇 Download here kutch's geography book

🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏

https://youtu.be/y247jwCPq1s 🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏  મિત્રો આજે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી પર એક સુચન છે કે તેમનું જીવનચરીત્ર 3 વખત અવશ્ય વાંચવું અને મનોમંથન કરવું. આપને એક અદ્ભુત ઊર્જાનો અનુભવ થાસે. ક્યારેય કોઈપણ પરીસ્થિતિ તમને ડરાવી કે ડગાવી નહીં શકે. એક અખૂટ ધીરજ, શોયઁ, સાહસ, વચનબધ્ધતા, ટેક, સ્વાભિમાન, સેવા, સમપઁણ, સમથઁતા, એકલ જુજારુપન, પ્રત્તિબધ્ધતા, નીડરતા, સાતત્યપૂણઁ અને સાત્ત્વિક જીવન, અટૂટ વિશ્વાસ અને ટેક. એવું તો ઘણું ઘણું ઘણુંબધું છે જે તમારી હર એક પરિસ્થિતિમાં તમને સ્થિરતા આપશે. તેમની આત્મકથા ત્રણ વાર જરૂરથી વાંચવા નમ્ર અનુરોધ છે. મારા અનુભવો માંથી સાભાર. "શ્યામ"ના હસ્તાક્ષર. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી - કચ્છ. 1⃣prjadeja1.blogspot.com 2⃣ મહારાણા પ્રતાપસિંહજીનો ત્રિબ્યુટ વિડિયો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://youtu.be/y247jwCPq1s વિડિયો સૌજન્ય :તલવારબાજી ટીમ-શકત શનાળા(મોરબી) અને યુવરાજ સિંહ ઝાલા. અન્ય માહિતી સ્ત્રોત મિત્ર યુવરાજસિંહ જાડેજા ગોંડલ.(યુયુત્સુ) 👑👑👑👑👑 મહારાણા પ્રત