Skip to main content

Posts

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય ર૦રર ની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ ..................... પરિપત્ર ઉપરાંત જિલ્લા, તાલુકા અને ગામનું લિસ્ટ જોવાં ક્લિક કરો. રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે અંદાજે ૯.૧ર લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે .................. ૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના રપપ૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ................... ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ ..................... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે...

પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ : મારી પ્રજાનું કલ્યાણ થાઓ..

  ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને ...

शरद पूर्णिमा और खीर खाने का महत्व

 આસો માસની પૂનમને શરદ પૂનમ કહે છે, આમ તો દરેક મહિનામાં પૂનમ આવે છે પરંતુ શરદ પૂનમનું મહત્વ બધા કરતા અનેકગણુ વધુ હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વખતે શરદ પૂનમ ૯ ઓક્ટોબર, રવિવાર ના દિવસે છે. શરદ પૂનમ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાની કિરણો વિશેષ અમૃતમયી ગુણોથી યુક્ત હોય છે. શરદ પૂનમની રાતે લોકો પોતાના ઘરની છત ઉપર ખીર રાખે છે જેનાથી ચંદ્રની કિરણો તે ખીર સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તે ખીરનું સેવન કરવામાં આવે છે. કેટલાક સ્થાનો ઉપર સાર્વજનિક રીતે ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. એક માન્યતા એ પણ છે કે, આ દિવસે માતા લક્ષ્મી રાત્રિમાં એ જોવા નિકળે છે કે કોણ જાગી રહ્યું છે અને કોણ સૂઈ રહ્યું છે, જે જાગી રહ્યું હોય તેનું મહાલક્ષ્મી તેનું કલ્યાણ કરે છે તથા જે સૂઈ રહ્યું હોય ત્યાં લક્ષ્મી રોકાતી નથી. શરદ પૂનમે રાસલીલાની રાત પણ હોય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શરદ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસલીલા કરી હતી. શરદ પૂનમની રાત્રે જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવેતો તે ખૂબ જ સારો સમય હોય છે. જ્યારે ...
 आजकल सोशियल मिडिया पर रावण के बखान की परिपाटी चल पड़ी हाँ वो एक प्रकांड पंडित था। उसने माता सीता को कभी छुआ नहीं जी। अपनी बहन के अपमान के लिये पूरा कुल दाव पर लगा दिया जी…! अर्रे भाई...माता सीता को ना छूने का कारण उसकी भलमनसाहत नहीं बल्कि कुबेर के पुत्र “नलकुबेर” का श्राप था! कभी लोग ये कहानी सुनाने बैठ जाते हैं कि एक मां अपनी बेटी से ये पूछती है कि तुम्हें कैसा भाई चाहिये..बेटी का जवाब होता है..रावण जैसा... जो अपनी बहन के अपमान का बदला लेने के लिये सर्वस्व न्योंछावर कर दे.. सच ये है कि, रावण की बहन सूर्पणंखा का पति विधुतजिव्ह राजा कालकेय का सेनापति था। जब रावण तीनो लोकों पर विजय प्राप्त करने निकला तो उसका युद्ध कालकेय से भी हुआ..जिसमे उसने विधुतजिव्ह का वध कर दिया..तब सूर्पणंखा ने अपने ही भाई को श्राप दिया कि, तेरे सर्वनाश का कारण मै बनूंगी.! ग़लत धारणा है कि रावण अजेय था... जी नहीं.. प्रभु श्री राम के अलावा उसे राजा बलि, वानरराज बाली , महिष्मति के राजा कार्तविर्य अर्जुन (सहस्त्रबाहु) और स्वयं भगवान शिव ने भी हराया था..!! रावण विद्वान अवश्य था, लेकिन जो व्यक्ति अपने ज्ञान को यथार...

ક્ષત્રિય અને દશેરા શસ્ત્ર પૂજન : “शस्त्रेण रक्षति राष्ट्र, शास्त्र चर्चा प्रवर्तते”

  “शस्त्रेण रक्षति राष्ट्र, शास्त्र चर्चा प्रवर्तते” - શાંતિ પર્વ મહાભારત (દેવવ્રત ભીષ્મ યુધિષ્ઠિર ને કહે છે.)   (શસ્ત્રો જ રાષ્ટ્રની રક્ષા કરી શકે આમ એ માધ્ય્મથી રક્ષિત રાષ્ટ્ર(દેશ) માજ શાંતિ સ્થપાય છે અને શાંતિ હોય તો શાસ્ત્રાર્થ થાય, એટકે કે શાસ્ત્રોની રચના, એના પર ટીકા, સંશોધન, વિચાર, ચર્ચા કરી શકાય કે વિકાસની કે અન્ય બાબત પરની વિચારણા.)  (એક અરજી) :-  જય માતાજી, મિત્રો કાલે વિજયાદશમીનો મહાપર્વ આવીરહ્યો છે, અધર્મ પર ધર્મના વિજયનો આ મહાપર્વ ખાસ કરીને ક્ષત્રિયો માટે વિશેષ મહત્વ ધરાવે છે ક્ષાત્રકુલ શિરોમણી સુર્યવંશ દિવાકર શ્રીરામચંદ્ર મહાપ્રભુ એ રાવણ રૂપી અધર્મનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી, આપણી રગોમા એમનું જ લોહી વહે છે, આમ આપણે આ ઉત્સવને ખુબ જ ઉમળકાથી ઉજવીએ છીએ. અને પરંપરાગત પરિધાન શિરસ્ત્રાણ સાથે ભવ્ય રેલીઓનું આયોજન કે શાસ્ત્રપુજનનું આયોજન કરીએ છીએ. પણ એક ક્ષત્રિય તરીકે આપણે આપણા પરંપરાગત અસ્ત્ર-શસ્ત્ર વિષે કેટલું જાણીએ છીએ? શસ્ત્ર ધારણ કરનારમા વિવેક, વિનય અને ધૈર્ય ખુબ જ જરૂરી છે, પણ આપણે દશેરા કે લગ્નના પ્રસંગે ઉન્માદમાં એજ ચુકી જઈએ છીએ, કે આપણા ...

રા'નો રાખણહાર રખેહર ભીમો..

 રા'નો રાખણહાર રખેહર ભીમો.. ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામના પાદરમાંથી પસાર થતાં જ દેવાયત ધામના મંદિરની ધજાના દર્શન થતાં આંખો સમક્ષ આશરે ૧૧૦૦ વર્ષ પૂર્વેનો ત્યાગ, બલિદાન અને સમર્પણનો ભવ્ય ઈતિહાસ આળસ મરડીને ખડો થાય છે. દેવાયત બોદર, ઉગો બોદર,આઈ સોનબાઈ મા, વડારણ વાલબાઈ અને રખેહર ભીમાના બલિદાન ની કથા હૈયે ચડે છે. ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભસેનના રાણી પોતાના રસાલા સાથે કાઠિયાવાડની જાત્રાએ નીકળ્યા હતા.  દમોકુડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા'ડિયાસના માણસોએ માગતા રાણીને અપમાન લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછા ફર્યા. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને છળકપટ થી જૂનાગઢ ઉપર પોતાનો ધ્વજ ફરકાવ્યો. રા'ડિયાસે પોતાનું માથું ચારણને ઉતારી દીધા પછી દુર્લભસેને ઉપરકોટમાં સેના મોકલી કત્લેઆમ ચલાવી.સોલંકીઓ રા'ના વંશનો નાશ કરવા માટે બાળ કુંવરને શોધે છે.  એ સમયે રા'નવઘણ છ માસનો છે. પરમાર રાણી સોમલદે ફૂલ સમા બાળ કુંવરને એક સૂંડલામાં રુના પોલમાં સુવાડી છેલ્લી વખતની બે બચ્ચીઓ લઈ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ નામની વડારણને...

'જુના કપડાં'..'ઘાભા'

 'જુના કપડાં'..'ઘાભા' જુના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચકચ કરીને, શ્રીમંત ઘરની એ સ્ત્રી  એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળા ને આપવા માટે  છેલ્લે જેમતેમ તૈયાર થઈ.  "ના મોટાબેન ! મને નહિ પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામા ઓછી ત્રણ સાડીઓ તો આપવી જ પડશે." એવું કહેતો વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈ પાછું કોથળામાં મૂક્યું. "અરે ભાઈ ,અરે એક જ વાર પહેરેલી સાડીઓ છે આ બેઇ. જો સાવ નવા જેવી જ છે..! આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ બે સાડી તો વધારે જ છે.  આ તો હું છું, તે તને બે બે સાડીઓ આપું છું." "રહેવા દો, ત્રણથી ઓછી તો મને પરવડશે જ નહીં." એ પાછું બોલ્યો. પોતાને અનુકૂળ પડે એમ જ સોદો થવો જોઈએ એવુ એ બન્ને વિચારતા હતા અને પ્રયત્ન કરતા હતા એટલામાં ઘરના બારણામાં ઉભા ઉભા વાસણવાળા સાથે ખેંચતાણ કરતા ઘરમાલિક સ્ત્રીને જોતા જોતા સામેની ગલીમાંથી આવી રહેલી એક પાગલ જેવી તરુણ મહિલાએ ઘરની સામે ઊભા રહીને ઘરમાલિક સ્ત્રીને પોતાને કંઈક ખાવાનું આપવા વિનંતી કરી. આવા ભીખમંગા લોક...