'જુના કપડાં'..'ઘાભા'
જુના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચકચ કરીને, શ્રીમંત ઘરની એ સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળા ને આપવા માટે છેલ્લે જેમતેમ તૈયાર થઈ.
"ના મોટાબેન ! મને નહિ પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામા ઓછી ત્રણ સાડીઓ તો આપવી જ પડશે." એવું કહેતો વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈ પાછું કોથળામાં મૂક્યું.
"અરે ભાઈ ,અરે એક જ વાર પહેરેલી સાડીઓ છે આ બેઇ. જો સાવ નવા જેવી જ છે..! આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ બે સાડી તો વધારે જ છે.
આ તો હું છું, તે તને બે બે સાડીઓ આપું છું."
"રહેવા દો, ત્રણથી ઓછી તો મને પરવડશે જ નહીં." એ પાછું બોલ્યો.
પોતાને અનુકૂળ પડે એમ જ સોદો થવો જોઈએ એવુ એ બન્ને વિચારતા હતા અને પ્રયત્ન કરતા હતા એટલામાં ઘરના બારણામાં ઉભા ઉભા વાસણવાળા સાથે ખેંચતાણ કરતા ઘરમાલિક સ્ત્રીને જોતા જોતા સામેની ગલીમાંથી આવી રહેલી એક પાગલ જેવી તરુણ મહિલાએ ઘરની સામે ઊભા રહીને ઘરમાલિક સ્ત્રીને પોતાને કંઈક ખાવાનું આપવા વિનંતી કરી.
આવા ભીખમંગા લોકો માટે ઘૃણા ધરાવતા હોવાથી એ શ્રીમંત મહિલાએ એક ક્રોધથી બળબળતી નજરે એ પાગલ મહિલા સામે જોયું. એની નજર એ પાગલ જેવી દેખાતી મહિલાના કપડાં તરફ ગઈ.
કેટલાયે થાગડ થિંગડા મારેલી એની એ ફાટેલી સાડી માંથી પોતાનું ઉભરતું તારુણ્ય ઢાકવાનો એનો એ અસફળ અને અસહાય પ્રયત્ન દેખાઈ આવતો હતો.
એ શ્રીમંત સ્ત્રીએ પોતાની નજર બીજે ફેરવી લીધી ખરી, પણ પાછી સવાર સવારમાં બારણે આવેલા યાચકને ખાલી હાથે મોકલવો યોગ્ય નથી એવું વિચારીને આગલી રાતની વધેલી ભાખરી ઘરમાંથી લાવી એ પાગલ મહિલાના વાસણમાં નાખી દીધી અને વાસણવાળા તરફ ફરીને બોલી, "હં , તો ભાઈ શુ નક્કી કર્યું..? બે સાડીના બદલામાં તપેલું આપો છો કે મૂકી દઉ સાડી પાછી.?"
આ બાબત કશું જ ન બોલતા વાસણવાળાએ એની પાસેથી મૂંગા મૂંગા એ બે જૂની સાડીઓ લઈ લીધી, પોતાના પોટકામાં નાખી દીધી અને તપેલું એને આપી દીધું અને વાસણનો ટોપલો માથા પર નાખી ઝડપથી નીકળ્યો.. વિજયમુદ્રા માં એ સ્ત્રી હસતા હસતા ઘરનું બારણું બંધ કરવા ઉભી થઇ અને બારણું બંધ કરતા એની નજર સામે ગઈ... એ વાસણવાળો પોતાનું કપડાંનું પોટકું ખોલીને પેલી પાગલ સ્ત્રીને, એણે હમણાં જ તપેલા ના બદલામાં એને મળેલી બે સાડીઓ માંથી એક સાડી એનું શરીર ઢાંકવા માટે આપતો હતો..
હવે હાથમાં પકડેલું એ તપેલું એ શ્રીમંત સ્ત્રીને અચાનક ખૂબ જ ભારે લાગવા લાગ્યું. એ વાસણવાળાની સરખામણીમાં પોતે એકદમ પોતાને નિમ્ન લાગવા લાગી. પોતાની આર્થિક સરખામણીમાં એ વાસણવાળાની કોઈ કિંમત જ ન હોવા છતાં એ વાસણવાળાએ પોતાનો સંપૂર્ણ પરાજય કર્યો છે, એ એને સમજાઈ ગયું હતું. ભાવ માટે ખેંચાખેંચ કરનારો એ બિલકુલ કશું જ ન બોલતા, છાનોમાનો ફક્ત બે જ સાડીઓ લઈને પેલું મોટું તપેલું કેમ અચાનક આપવા તૈયાર થઈ ગયો, એનું કારણ હવે એ સારી રીતે સમજાઈ ગયું હતું. આપણી જીત થઈ જ નથી અને આ સાવ સામાન્ય વાસણવાળાએ પોતાને પરાભૂત કરી દીધી છે, એ એને સમજાઈ ચૂક્યું હતું..
કોઈકને કઈક આપવા માટે માણસની આર્થિક સધ્ધરતા મહાત્ત્વની નથી, પણ મનની અમીરાત હોવી મહત્ત્વની છે.!
આપણી પાસે શુ છે અને કેટલું છે એનાથી કશો જ ફરક પડતો નથી.!
આપણી વિચારવાની પદ્ધતિ અને દાનત શુદ્ધ હોવી જોઈએ..🙏
સૌજન્ય : સોશિયલ મીડિયા
Comments