આસો માસની પૂનમને શરદ પૂનમ કહે છે, આમ તો દરેક મહિનામાં પૂનમ આવે છે પરંતુ શરદ પૂનમનું મહત્વ બધા કરતા અનેકગણુ વધુ હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વખતે શરદ પૂનમ ૯ ઓક્ટોબર, રવિવાર ના દિવસે છે.
શરદ પૂનમ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાની કિરણો વિશેષ અમૃતમયી ગુણોથી યુક્ત હોય છે. શરદ પૂનમની રાતે લોકો પોતાના ઘરની છત ઉપર ખીર રાખે છે જેનાથી ચંદ્રની કિરણો તે ખીર સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તે ખીરનું સેવન કરવામાં આવે છે. કેટલાક સ્થાનો ઉપર સાર્વજનિક રીતે ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
એક માન્યતા એ પણ છે કે, આ દિવસે માતા લક્ષ્મી રાત્રિમાં એ જોવા નિકળે છે કે કોણ જાગી રહ્યું છે અને કોણ સૂઈ રહ્યું છે, જે જાગી રહ્યું હોય તેનું મહાલક્ષ્મી તેનું કલ્યાણ કરે છે તથા જે સૂઈ રહ્યું હોય ત્યાં લક્ષ્મી રોકાતી નથી. શરદ પૂનમે રાસલીલાની રાત પણ હોય છે.
ધર્મશાસ્ત્રો પ્રમાણે શરદ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસલીલા કરી હતી.
શરદ પૂનમની રાત્રે જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવેતો તે ખૂબ જ સારો સમય હોય છે. જ્યારે મોસમમાં પરિવર્તનની શરૂઆત થાય છે અને શીત ઋતુનું આગમન થાય છે. શરદ પૂનમની રાતે જાગી ખીરનું સેવન કરવું એ વાતનું પ્રતીક છે કે શીતઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ કારણ કે આપણેને તેનાથી જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે..🙏📝📖📚
Comments