Skip to main content

Posts

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...

World Lion Day : વિશ્ર્વ સિંહ દિવસ : The Roar of Lion

🦁આજે 10 ઓગસ્ટ એટલે🦁🐾 🦁 વિશ્વ સિંહ દિવસ 🦁 🦁હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન, પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન.🐾 🦁લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. 🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે. 🦁14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે. 🦁એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા. 🦁ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા. 🦁છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા. 🦁સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે. 🦁વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ. 🐾દિલ્હી-1834 🐾ભાવલપુર-1842 🐾મધ્ય ભારત તથા રાજસ્થાન-1870 🐾પુર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865 🐾પચ્છિમ અરવલ્લી-1880 🦁સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે. 🦁...

બારેય મેઘ ખાંગા થયા કોને કહેવાય કે પછી વાદળનું ફાટવું?? જુઓ લીંક માં આપેલ વિડિયો

🙏આજકાલ ટીવી સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે "બારેય મેઘ ખાંગા થયા" પણ કોઈને ખબર નથી કે આ "બાર મેઘ ખાંગા થવા એટલે શું અને બાર મેઘ ક્યાં??? તો જુઓ આ વિડિયો કે બારેય મેઘ ખાંગા થયા કોને કહેવાય. ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે. ૧. ફરફર ૨. છાંટા ૩. ફોરા ૪. કરા ૫. પછેડીવા ૬. નેવાધાર ૭. મોલ મેહ ૮. અનરાધાર ૯. મુશળધાર ૧૦. ઢેફાભાંગ ૧૧. પાણ મેહ ૧૨. હેલી ૧. ફરફર . જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ. ૨. છાંટા . ફરફર થી થોડો વધારે વરસાદ. ૩. ફોરા . છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ. ૪. કરા . ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ. ૫. પછેડીવા . પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ. ૬. નેવાધાર . છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ. ૭. મોલમેહ . મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ. ૮. અનરાધાર . એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ. ૯. મુશળધાર . અનરાધાર થી વધુ હોય એવો વરસાદ. મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે. ૧૦. ઢેફાં ભાંગ . વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ. ...

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં કાનની નબળાઈ દેખાય આવે ...

કચ્છી પાઘ : વિસરાતી કલા(ભાગ-1)

https://youtu.be/MYxEzNfW_Fc ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-1)  🙏મિત્રો *કચ્છ* જિલ્લાના ઐતિહાસિક ગામ * ફરાદી * મધ્યે કચ્છી પાઘ ના ખરા કસબી એવા * સામજી કુંવરજી કાપડી  ઉફેૅૅ કાપડીરાજા કે સામુ રાજા* જેઓ વર્ષોથી ફરાદી માં આવેલ દિવ્ય સ્થાનક એવા  * આશાપુરા માતાજી મંદિરમાં* સેવા-પુજા નિયમિત કરે છે. આજે કચ્છી પાઘ ના ખરા જાણકારો પૈકીના ફરાદીમાં *ફક્ત બે* જ લોકો જાણે છે ત્યારે આ પરંપરાગત સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાના જતનની જવાબદારી આપણા સૌની છે ત્યારે આ વિડિયોના માધ્યમ થકી વિલુપ્ત થતી સાચી કચ્છી પાઘ બાંધણીને સાચવવાનો એક નમ્ર પ્રયાસ  યુ ટ્યુબ ચેનલ કચ્છી બાવા ટેલેન્ટ હબની ટીમ  દ્વારા કરવામાં આવેલ છે. ક્ચ્છીપાઘ માં પણ ઘણા પ્રકાર છે. તેના પ્રત્યુત્તરમાં તેઓ *કચ્છી બોલીમાં* જણાવે છે કે *ગામ અને ગંજા* પ્રમાણે પ્રકારો તેમજ આંટી અલગ પડે છે. પાઘડીની લંબાઈ પણ મહત્ત્વની છે. તેમજ તેમાં આવતાં આંટા અને આંટીઘુટી પણ મહત્ત્વની છે. કોઈ * પાઘડી 12 આટાંની* હોયતો *6 અને 3-3 આંટા* અને જો કોઈ *પાઘડી 9 આંટાની હોય તો 4 અને 3-2 આંટા* આવે . આ પાઘમાં પાઘડી પહેલાં માથા પર *રુમાલ* બાંધવા...

🙏🏻એકાંત : એક આધ્યાત્મિક અનુભૂતિ🙏🏻

જય માતાજી મિત્રો આજના સમયમાં કોઈ પણ માણસ એકાંતપણું કે એકલતાથી એટલો ગભરાય છે કે જાણે તેને એકાંતકેદની સજા આપી હોય!!!!!! પરંતુ કુદરતે જાણે મને બાળપણથી જ એકાંતપ્રીય કે અગોચરપ્રીય સ્વભાવ અને અંતર્મુખી વ્યક્તિત્વ પ્રદાન કરેલ. જ્યારે બાળપણમાં બાળસહજ પ્રવૃત્તિઓમાં બાળકો જીવન વિતાવતા ત્યારે અમે બે ભાઈ સુમસામ સીમ અને ખેતરો વનવગડામાં જાણે પ્રકૃતિ સાથે સંવેદનશીલતા સાથે તેના અદ્ભુત અવર્ણનીય કાર્યોનું નિરીક્ષણ કરી અહોભાવ અનુભવતા. અમને ક્યારેય એવું નથી લાગ્યું જીવનમાં કે અમે બાળસહજ રમતો ના રમી શક્યા પરંતુ કાયમ એ ઈશ્ર્વરીય શક્તિનો આભાર માનતાં રહ્યાં કે તેણે ખૂબ જ નાની ઉંમરમાં જાણે અમને પરીપક્વ ના બનાવી દીધાં હોય ¿¿¿ આ સમય દરમિયાન ઘણીબધી વાર તોભાસર(વેરાન વગડો)ની સીમ હોય કે જ્યાં આખી રાત પસાર કરો અગોચર નીરવ શાંતિમાં કે પછી બીજું સ્થળ હોય મોટા આશાપુરા માતાજીનું મંદિર જે દિવ્ય ભૂમિ જાણે હદયના સંતાપ હરી હદયને અંત:કરણથી પરમ શાંતિ અને વિશ્ર્વાસ તેમજ શ્રધ્ધાને પુન:પ્રજ્વલિત કરે છે જ્યાં ઘણીવાર માનસિક વ્યગ્રતા અને અશાંતિના સમયે રાતના 12 ક્યારે એ મંદિર પરિસર કે તેના ચાચરનાં નયનરમ્ય મેદાનમાં વાગી જતાં એ ખબર ...

કાનજી ભુટ્ટા બારોટ : લોકવાર્તાઓના ખરા કસબી

🙏🏻કાનજી ભુટ્ટા બારોટ 🙏🏻 જન્મ સ્થળ - ચલાલા, અમરેલી, કાઠિયાવાડ. કાનજી ભુટ્ટા બારોટ એ બારોટ પરંપરાના છેલ્લા વાતાઁકાર તરીકે ઓળખવામાં આવે છે. કાનજી ભુટ્ટા બારોટે ડાયરાઓ દ્વારા લોકવાતાઁઓ રજુ કરી હતી. કાનજી ભુટ્ટા બારોટને ઈ.સ. 1988માં રાષ્ટ્રપતિ દ્વારા " પદ્મશ્રી " એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતાં. કાનજી ભુટ્ટા બારોટની જીથરો ભાભો, કાળિયો ઢગો વગેરે જેવી પ્રખ્યાત હાસ્યરસથી ભરપૂર લોકવાતાઁઓ પ્રસિદ્ધ થયેલ છે. જીથરા ભાભા વાતાઁ પરથી ગુજરાતી ફિલ્મ પણ બનેલ છે. ઈ.સ.1990ના રોજ પ્રખ્યાત લોક સાહિત્યકાર કાનજી ભુટ્ટા બારોટે અંતિમ શ્ર્વાસ લીધા..🙏🏻🅿 https://youtu.be/n9NcnBTUTzI Https://youtube.com/c/KutchiBawaTalentHub Prjadejaa.blogspot.com https://youtu.be/n9NcnBTUTzI

લેટેસ્ટ || માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી || જુગલ જોડી || 2018 ભજનની ભૂ...