https://youtu.be/MYxEzNfW_Fc
ક્ચ્છીપાઘ : એક વિસરાતી કલા (ભાગ-1)
🙏મિત્રો *કચ્છ* જિલ્લાના ઐતિહાસિક ગામ *ફરાદી* મધ્યે કચ્છી પાઘ ના ખરા કસબી એવા *સામજી કુંવરજી કાપડી ઉફેૅૅ કાપડીરાજા કે સામુ રાજા* જેઓ વર્ષોથી ફરાદી માં આવેલ દિવ્ય સ્થાનક એવા *આશાપુરા માતાજી મંદિરમાં* સેવા-પુજા નિયમિત કરે છે.
આજે કચ્છી પાઘ ના ખરા જાણકારો પૈકીના ફરાદીમાં *ફક્ત બે* જ લોકો જાણે છે ત્યારે આ પરંપરાગત સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાના જતનની જવાબદારી આપણા સૌની છે ત્યારે આ વિડિયોના માધ્યમ થકી વિલુપ્ત થતી સાચી કચ્છી પાઘ બાંધણીને સાચવવાનો એક નમ્ર પ્રયાસ યુ ટ્યુબ ચેનલ કચ્છી બાવા ટેલેન્ટ હબની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
ક્ચ્છીપાઘ માં પણ ઘણા પ્રકાર છે.
તેના પ્રત્યુત્તરમાં તેઓ *કચ્છી બોલીમાં* જણાવે છે કે *ગામ અને ગંજા* પ્રમાણે પ્રકારો તેમજ આંટી અલગ પડે છે.
પાઘડીની લંબાઈ પણ મહત્ત્વની છે.
તેમજ તેમાં આવતાં આંટા અને આંટીઘુટી પણ મહત્ત્વની છે.
કોઈ *પાઘડી 12 આટાંની* હોયતો *6 અને 3-3 આંટા* અને જો કોઈ *પાઘડી 9 આંટાની હોય તો 4 અને 3-2 આંટા* આવે.
આ પાઘમાં પાઘડી પહેલાં માથા પર *રુમાલ* બાંધવામાં આવતો જેથી તેને સરળતાથી કાઢી શકાય તેમજ ફરી વાર તેનેજ પહેરી શકાય.
તેમજ પાઘડીનો ઉઠાવ પણ આકષઁક બને છે.
આજે *70 વર્ષો* વિતાવી ચૂકેલા પરંતુ નિયમિતપણે ગામથી દુર આવેલ મંદિરે સેવા પુજા કરવા આવે છે.
ત્યારે જુના સમયની યાદગાર વાતો કરતાં જણાવે છે કે પહેલાં તો દરેક વ્યક્તિ *કચ્છી ફાળીયું (પાઘ માટે પ્રયોજાતો કચ્છી શબ્દ)* બાંધતો.
તેમાય *પડવો(બેસતું વર્ષ)* હોય, *લગ્ન પ્રસંગ* હોય કે ગામનો કોઈ પ્રસંગ ત્યારે સૌ પોત પોતાના ફાળીયા બાંધીને આવતાં.
આ સમયે કોનું ફાળીયુ ચડીયાતું કે સારું બાંધેલ છે તેની ચર્ચાઓ થતી.
જેમાં
*મમભા ટીલાટ, મુળવાજી ટીલાટ, ખાનુભા, રતનજીદાદા, ગમુભા, રણજુભા, નટુભા, રામો પીર, ભાણજી પીર* વગેરેની પાઘનીં નોંધ લેવાતી.
દરેક વડીલો કચ્છી પાઘડીની આગવી શૈલીમાં શોભતા.
પરંતુ આજે ગામમાં ફક્ત બે જ વડીલો (એક 90 વર્ષ અને એક 70 વર્ષની ઉંમર ધરાવે છે.) આ બાબત આપણી પેઢીની ઉદાસીનતા દેખાડે છે.
પરંતુ આજે તેઓ અફસોસ સાથે જણાવે છે કે આજે સૌને પ્રસંગોએ પાઘ બાંધવાનો જે ઉમળકો અને ઉત્સાહ છે તે આજની પેઢીમાં આ પરંપરાગત પોશાક તેમજ પાઘડીની સાચવણ અને શિખવાની *ઈચ્છાશક્તિની* *ઉદાસીનતા* દેખાય છે.
જે ખરેખર નરી વાસ્તવિકતા છે.
આપણાં સૌ યુવાનોએ આ પરંપરાને તેમજ સંસ્કૃતિને સાચવવા બાબતે સભાન બનવાની જરુર છે.
Prjadeja-shyam.blogspot.in ..🙏🏻🅿
ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે. ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...
Comments