Skip to main content

Posts

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો.  x

રંગપીંછનો કમાલ : મારી ચિત્રકારી - પર્સનલ મેમોરી

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ .   ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!  પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે. બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે. જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે. પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!! શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે?? શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે?? શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે?? આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!! "કુકડીનું મોં ઢેંફલે રાજી" આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે. તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ...

🙏🏻ફરાદી_કચ્છના પાળિયાઓ અને ઐતિહાસિક ઝાંખી : ભાગ-1🙏🏻

                                        faradi no sauthi juno paliyo : vaghela no paliyo ફરાદી_કચ્છ ના પાળિયાઓ અને ઐતિહાસિક ઝાંખી :  ભાગ-1 આજકાલ સમાચારોમાં એક મૂર્તિની ચર્ચા બહું ચાલે છે. પરંતુ આપણે તો અહીં પાળિયાઓની ચર્ચા કરવાની છે. કેમ કે મૂર્તિ તો ગમેતેની  અને ગમે ત્યાં બનાવી શકાય છે. પરંતુ પાળિયા થવા માટે તો લીલા માથા વધેરવાં પડે કે સત લઈ સતી થવું પડે જે જેનાતેના તો કામ નથી જ ને??!!!;;; તો ચાલો આપણે "શ્યામ"ની કલમે ફરાદી-કચ્છ માં આવેલ વિવિધ જ્ઞાતિઓનાં પુજ્ય અને અપુજ એવા પાળિયાઓ    અને તેનાથી જોડાયેલા રોચક અને રોમાંચક ઈતિહાસની ઝાંખી કરીએ.. અતિતમાં ખોવાયેલાં ખમીરને કલમને કસુંબલ કરી અંજલી અર્પીએ.. આ સાથે જ અતિતના ગુમનામી માં ખોવાયેલ ફરાદી-કચ્છનાં ઈતિહાસને તથ્યો અને સાક્ષ્યનાં સંદર્ભમાં ફરી ઉત્ખનન કરીએ. આ કાયઁમાં ઐતિહાસિક તથ્યોથી વાકેફ ગામલોકોનો સહકાર મળી રહેશે તો સોના મા સુગંધ ભરશે.. મારા અનુકૂળ સમયે સંશોધન પશ્ર્ચાત થોડા થોડા ભાગમાં હપ્તાવાર માહિતીને મારા બ...

સારા પુસ્તકો : આત્મબોધ જગાવનાર મિત્રો

🙏🏻 મિત્રો હમણાં દિવાળી કામ ના સમયે ઘર માંથી ખજાનો નિકળ્યો!!! જી હા મિત્રો ખજાનો. આ ખજાનો છે મારા પુસ્તકો નો. વૈવિધ્ય સભર મનગમતા પુસ્તકો વાંચવા નો અતિ શોખ હતો. આ વાંચન ના શોખે કેટલાક ઐતિહાસિક, ધાર્મિક, મામિઁક, સાયન્ટિફિક, તર્કબદ્ધતા ધરાવતા અનેક પુસ્તકો અને તે માટે અનેક લાઈબ્રેરી ને શોધી ને વાંચ્યા અને ખરીદીયા પણ ખરા ને ગીફ્ટ મા પણ ધણા પુસ્તકો આપ્યા. તેમ છતા આ થોડા બચી ગયેલા પુસ્તકો ને જોઈ ને વિચાર આવ્યો કે "તેના જ(પુસ્તકો) વિચારો ને તેમની માટે મુકુ." આ તો ફક્ત એક નાની જલક જ બચી છે મારા પુસ્તક કલેક્શન ની ખજાનો તો ક્યારનો લુંટાવી દિધો. આ વાંચન ના શોખે એક નવી જ દ્રષ્ટિ અને શબ્દ ભંડોળ આપ્યા જીવન ને અલગ દ્રષ્ટિકોણે જોવા. પણ અત્યાર ના સમય માં મોબાઇલ આવ્યા હાથ માં ને જેમ ગામડા ની જુની રમતો લુપ્ત થઈ ગઈ એમ વાંચન નો પણ લોપ થયો. એમા હું પણ આવી જાવું,  પરંતુ હમણાં ફરીથી તે સમય તરફ પગરવ માંડ્યા છે અને આપ સૌ પણ શ્રેષ્ઠ વાંચન નો શોખ કેળવો એવી અભિલાષા સહ..🙏🏻🅿 Https://youtube.com/c/KutchiBawaTalentHub

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕 Dt.-24/10/2018 12:30 🌐https://prjadejaa.blogspot.com 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો. ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો. લોકજીવનનાં રંગ, ઉમંગ અને વિશિષ્ટતાઓનું પ્રતિબિંબ એટલે તરણેતરનો મેળો. ભાદરવા સુદ 4-5-6 એમ ત્રણ દિવસનું લોક સંસ્કૃતિનું નમુનારુપ નજરાણું એટલે તરણેતરનો મેળો. તો ચાલો આપણે જાણીએ તરણેતરના મેળાનો ઈતિહાસ કાબીલ કલમના કસબી એવા મારા પરમમિત્ર ધમઁરાજસિંહ વાઘેલા(છબાસર) _"અજાન"ની કલમે. "ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક  નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ" https://youtube.com/c/KutchiBawaTalentHub  મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.  આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે.... "નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ; ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ; વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ." આમ આ પાંચાળનો મોટો ભ...