Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...
"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.
ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો.
લોકજીવનનાં રંગ, ઉમંગ અને વિશિષ્ટતાઓનું પ્રતિબિંબ એટલે તરણેતરનો મેળો.
ભાદરવા સુદ 4-5-6 એમ ત્રણ દિવસનું લોક સંસ્કૃતિનું નમુનારુપ નજરાણું એટલે તરણેતરનો મેળો.
તો ચાલો આપણે જાણીએ તરણેતરના મેળાનો ઈતિહાસ કાબીલ કલમના કસબી એવા મારા પરમમિત્ર ધમઁરાજસિંહ વાઘેલા(છબાસર) _"અજાન"ની કલમે.
"ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક
નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ"
https://youtube.com/c/KutchiBawaTalentHub
મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.
આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે....
"નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ."
આમ આ પાંચાળનો મોટો ભાગ જેના રાજ્યની હદમાં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતરના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્રસમાજ લઇશકે, ઠાકોર શ્રી કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો અને ઈ.સ. ૧૯૨૪ નારોજ તેમનો કૈલાશવાસ આ દરમિયાન એમનું પવિત્ર જીવન અને પવિત્ર કર્યો.
તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૃ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા..
🙏 તરણેતરનો ટુંકો ઈતિહાસ 🙏
ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે.
(૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને
(૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ.
બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.
તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે.
આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદ્ભુત છે,
લેખક : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)_"અજાન"ના સહયોગથી પ્રકાશિત..🙏🅿️
🌐Https //wordpress.com/KutchiBawaTalentHub
www.prjadeja.com
Comments