મોટા આશાપુરા મંદિર
ફરાદી-કચ્છ
અદ્ભુત
અવિસ્મરણીય
અગોચર
Faradi Jagir Trust
મંદિર નિર્માણ થી લઈ હાલ સુધી સંક્ષિપ્ત માહિતી.⬇️
મહારાવ દેશળજી બીજા દ્વારા માંડવી - ભુજને જોડતા રાજમાર્ગ પર ખારી નદી અને મીઠી નદીની વચ્ચેના ભાગમાં આસો સુદ 15, સંવત 1915ના રોજ માં આશાપુરાનું મંદિર બંધાવાની ઈચ્છા હતી.
તેનો ખત માંડવી વહીવટદાર મારફતે ફરાદી જાગીરદાર ટીલાટ જીહાજીને મંદિર બાંધકામ બાબતે ગાડા વગેરેની વ્યવસ્થા કરવાનું જણાવેલ છે.
જે બાબતનો ખત સામેલ કરેલ છે.
આ મંદિર બની ગયા બાદ કચ્છ રાજ તરફથી મંદિરનું નિર્માણ થયું હતું તેથી તે કચ્છીમાં વડી જગ્યા કહેવાણી.
પાછળથી તે મોટી માતા તરીકે લોકજીભે પ્રચલિત બન્યું.
કારણ કે એક આશાપુરામાંનું મંદિર ત્યારે ફરાદીમાં હયાત હતું જે નંઢી જગ્યા ને કાળક્રમે નાની માતા કહેવાયું.
બંને મંદિરો અદ્ભુત સૌંદર્ય, પ્રકૃતિના સાનિધ્યમાં, મનને શાંતિ અને પ્રફુલ્લિત કરતી જગ્યાઓ પર છે.
બંનેની વિશેષતા એ છે કે તેના ચાચરની માટી એકદમ મંગળની સપાટી જેવી લાલ જોવા મળે છે.
જે તેના પેટાળમાં ધરબાયેલા ખનીજોના પ્રતાપે દિવ્ય રુપ ધારણ કરે છે.
ચોમાસામાં નાની માતાની ઝાડીની હરીયાલી અને મોટી માતા પાસે આવેલ ફરાદી નાની સિંચાઈ યોજનાના ડેમને કારણે અદ્ભુત નજારો જોવા મળે છે.
ત્યાં આસપાસ નસીબ સારા હોય તો દુર્લભ પ્રજાતિના કાચબા, વૈજુ, ચિબરી, ઘુવડ જોવા મળી શકે છે.શિયાળ, સસલાં, લોંકડી, રોઝ(નિલગાય) વગેરે તો ખરું જ.
આ જીવો જો દેખાય તો તેને હેરાન ના કરતા તેને તેની મસ્ત અવસ્થામાં જીવવા દઈએ.
કાચબા ઘરે લઈ જઈ તેને પાળવા તે વાઈલ્ડ લાઈફ એક્ટ 1972 હેઠળ કાનૂનન અપરાધ છે જેથી એવી ભૂલ નો કરવી.
આ ઉપરાંત વનસ્પતિમાં ગુગળ, ખેર, (પીલું) ખારી જાર, મીઠી જાર, ગાંગડી, લોયા, સાચી પત્રીવિધીના છોડ, શતાવરીની વેલ, મુંઢેરી(બહુફળી), નાની-મોટી ગોખરું અને અન્ય ઘણું.
ફરાદી જવાં માટે
ભુજથી બસ સવારે 7:00 વાગ્યા આસપાસ ઉપડે છે જે ફરાદી પહોંચાડે છે. જે 50 કીમી છે.
ભુજથી વાયા કોડાયપુલ - બિદડા થઈને ફરાદી પહોંચી શકાય છે.
ગાંધીધામ - માંડવી હાઈવે પર નાની ખાખરથી ફરાદી જવાનો માર્ગ છે.
ઉપરાંત બિદડા તરફ જતા રામદેવપીર વારો ગેટ દેખાશે ત્યા પાટીયાથી 5 કીમી છે.
ગામમાં અન્ય પણ ઘણાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે.
ઉપરાંત મીરાપાર્ક બગીચો છે જેમાં નિલકંઠ મહાદેવની ~32ફુટ ઉંચી મૂર્તિ છે.
રામદેવપીરના પગલાં મંદિર અને તેમની હયાતીમાં આવેલ તેનાં ઘણાં સાક્ષ્યો આજે પણ મોજૂદ છે.
ગામમાં મંદિર, જૈન દહેરાસર, મસ્જિદનો ત્રિવેણી સંગમ જોવા મળશે.
વધુ વિગતો માટે મુલાકાત કરો.⬇️
https://faradijagir.blogspot.com
Photo courtesy : unknown person by whatsapp.
Like our pages👍⬇️
Facebook page
@faradijagirtrust
Instagram page @faradi_jagir
like karo
Comments