નીતિ નિયમોને ઘોળીને પી જતીં અંગ્રેજો જેવી પવનચક્કીની જાયન્ટ કંપની સામે એક મંતવ્ય..
નોંધ :- (અમારો વિરોધ ફક્ત કંપની સામે છે.
તે સિવાય કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.)
ફરાદીની પાવન ભૂમિ પર ફરાદીને મજાક બનાવનાર કંપનીની કરતુતો અને લોક લાગણી અને માંગણીની થોડી ઝલક જોઈ શકાય છે.
ગ્રામ પંચાયતને મળવો જોઈતો લગભગ 1 કરોડ જેટલો ટેક્ષ કંપની પંચાયતમાં ચૂકવે એ દરેક ગ્રામજનો માટે આવકારદાયક પગલું હોવું જોઈએ જેનો વિરોધ હિતાવહ નથી.
કેમકે પંચાયત સમૃદ્ધ હશે તો ગ્રામના વિકાસમાં ખુબ ઝડપથી વૃદ્ધિ થાશે.
લોકોની સુખાકારી વધશે.
આ માટે દરેક ગ્રામજનો સહભાગી થાય.
કંપની અંગ્રેજોની જેમ ભાગ પાડો અને રાજ કરોની નીતિ અપનાવશે જે કચ્છમાં બીજે બધે પણ જોવા મળેલ છે.
પરંતું ગામના હિતમાં આગેવાનો અને યુવાનો આગળ આવે.
પવનચક્કીઓ ગ્રામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે ઉપરાંત ભારત સરકાસના વર્ષ 2022 સુધીમાં 175ગીગાવોટના લક્ષ્યમાં 300મેગા વોટનો ફાળો આપશે.
હવે જ્યારે પવનચક્કીઓ ફરાદી ગ્રામનો જ હીસ્સો બનવા જઈ રહેલ છે ત્યારે કંપનીએ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને ટેકનિકલ પોસ્ટ માટે કેમ્પસ ઈન્ટરવ્યુથી ભરતી કરવાની જગ્યાએ ગ્રામજનોને યોગ્ય ટ્રેનિંગ આપી તૈયાર કરવાં જોઈએ.
અમારો વિરોધ પવનચક્કીઓ ઊભી કરતી general electrics Renew power & renew power ગુડગાંવની કંપની વિરુદ્ધ છે.
સ્થાનિક લોકો, થર્ડપાર્ટી, ફોર્થપાર્ટી કોન્ટ્રાક્ટરો સાથે અમારે કોઈપણ જાતનો વાંધો નથી જેની નોંધ લેવી.
#1 કંપની દ્વારા ગ્રામના રસ્તાઓનો સોથ નિકળી રહ્યો છે.
#2 મજા આવે ત્યાંથી 33કેવી લાઈન અને થાભલાઓ કાઢવામાં આવે છે.
#3 ડેમની પાળ પરથી થતું હેવી વાહનોનું પરિવહન, પાળને ફસકાવી શકે છે. ઉપરાંત કેનાલ માટે નાંખવામાં આવેલ પાઈપને 80ટનના હેવી વેહિકલ્સ ફસકાવી શકે છે.
#4 ડેમની પાળ પાસે થતું ખોદકામ તેમજ હેવી 33કેવી વીજલાઈન ભવિષ્યમાં મુશ્કેલી સર્જી શકે છે.
#5 હાલ ડેમ તેની ફુલ કેપેસિટીથી ભરાયેલ છે જેનું હજારો ક્યુસેક ઘનમીટર પાણી હજારો ટનનું પ્રેશર પેદા કરે છે ત્યારે ડેમની પાળ પાસે વીજપોલ માટે થતાં ખોદકામમાં પાણીનો રીસાવ ધાતક બાબત છે.
જેની ટેકનિકલ સમજ ના ધરાવતાં લોકો બહું મજાકથી લઈ રહ્યા છે.
#6 સરકારી જમીન કે ગૌચરની જમીનમાં થતું કંપનીનું દબાણ કાયમી બનશે.
#7 શેડ્યૂલ એકમાં સંરક્ષિત રક્ષિત મોર અને સાંઢા નો ભોગ લેવાશે જે કચ્છના સ્થાનિક મીડિયામાં અવાર નવાર ચાલું છે.
#8 લેબર પર કામ કરતાં લોકોને ખાતામાં પગાર ના આપી ઉપરાંત પી.એફ. ના કાપી અને સરકારે નિર્ધારિત કરેલ 8 કલાક ડ્યુટી કલાકો + ઓવરટાઈમના વધારાનો પગાર.
સરકારે નિર્ધારિત કરેલ મિનિમમ વેઝિસ મુજબ કમસે કમ 15000-17500 સુધી પગાર મળવો જોઈએ.
જેનો કંપની ખૂલ્લેઆમ ભંગ કરે છે.
#9 ગામતળના તળાવોના રક્ષિત વિસ્તારમાંથી રસ્તાઓ.
#10 ખેડૂતો N/A વગર બાંધકામ કરે ત્યારે સરકારી તંત્ર જાણે "નબળો માણસ ભયરી પર શૂરો" કહેવત મુજબ તૂટી પડે છે.
પરંતું કંપનીનું બાંધકામ N/A થાય તે પહેલાં તો પૂરું થઈ જાય છે.
કલેકટરમાં રજુઆત કરવાં છતાં કોઈ ફરકતું નથી.
#11 ખેડૂતોને ખેતરમાંથી પસાર થતાં થાંભલા માટે 1-2 લાખ રૂપિયા મિનિમમ મળવાં જોઈએ પણ કંપનીની કુનેહ આગળ ખેડૂતો નબળાં પડી જાય છે.
#12 જે ખેડૂતોના ખેતરમાંથી રસ્તો પસાર કરવામાં આવેલ હોય કે બાજુના કોઈ ખેતરમાં નુકસાન થયેલ હોય ત્યારે 2 લાખથી 5 લાખના વળતરની ચૂકવણી થયેલી છે.
પરંતું ફરાદીના ખેડૂતો સાથે કંપનીએ અ ઓરમાયુ વર્તન કરેલ છે.
#13 આ દરેક પ્રક્રિયામાં પંચાયતને કમસે કમ ટેક્ષ રુપે લાખો રુપિયા મળવાં જોઈએ પરંતું કંપનીએ ફરાદીને "બોડી બામણીનું ખેતર "સમજીનેં મનમાની કરેલ છે તેથી કંપનીનો વિરોધ છે.
#14 કંપનીએ ગામમાં લોક સુનાવણી કે ગ્રામસભા થકી લોકોનો મત જાણવાનો કે ગ્રામ વિકાસ અને પંચાયત ટેક્ષ ચૂકવવામાં તે ગામની ઉપરવટ જઈને ફરાદીને "દલા તરવાડીની વાડી" બનાવી દીધેલ છે.
જેમાં કંપની પોતેજ નક્કી કરે છે ને મનમાની રીતે વર્તે છે.
#15 N/A વગર પોતાના ખેતરો કે વાડીમાં ગોદામ બનાવવાં વગેરે.
▶️કંપનીની ઓફીસો ગઢશીશા અને ભુજ ખાતે આવેલ છે.
જ્યાં જરૂર પડતાં ટેકનિકલ સ્ટાફને બહારથી ના બોલાવતાં સ્થાનિક ગ્રામજનોને રોજગાર ઘર આંગણે મળી રહે તે માટે GE અને Renew power ને લિસ્ટ આપવામાં આવેલ અને બીજું લિસ્ટ જરૂર હશે તો ભવિષ્યમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આપણે કાયમ ફરાદીમાં રહેવાનું છે, કંપનીઓ બીજી પણ આવતી જતી રહેશે..
આપણાં સૌની લાગણી અને માંગણી આજે પણ અને ભવિષ્યમાં પણ કંપની સામે રહેશે જેથી કોઈએ રીતે કે આ વસ્તુને પોતા સાથે જોડીને ના લેવાં નમ્ર અનુરોધ છે.
કંપનીનું વર્તન અને વ્યવહાર જ્યારે "જંગલમેં મોર નાચા કીસને દેખાં" જેવું છે.
ત્યારે ગ્રામજનો ગ્રામસભાની ટીડીઓ સાહેબ પાસે માંગણી કરીને ગ્રામસભાના માધ્યમથી કંપનીના ગેરકાયદેસર કાર્યોને વખોડવાં જોઈએ ઉપરાંત પંચાયતમાં ટેક્ષ અને ગ્રામ વિકાસના કાર્યો માટે કંપનીને બાંધી પ્રતિબદ્ધ કરવી જોઈએ.
આ અવાજ જો ગામનો નઈ બને તો મારાં ગાંધીનગર જવાં સાથે જ સમાપ્ત થઈ જાસે.
કચ્છ એ અક્ષયપાત્ર ઊર્જા જેવીકે સોલાર, પવન ઊર્જા વગેરે માટે સ્વર્ગ છે.
નીતિઆયોગના વિઝન 2030ના રીપોર્ટમાં આ બિનપરંપરાગત ઊર્જાનો ખૂબ વિસ્તાર થશે.
એટલે ખેડૂતો જરૂર ના હોય ત્યાં સુધી જમીન વેંચવાનું ટાળે.
જરુર હોય તો જમીન પર લોન લઈને પણ જમીન બચાવે.
આમેય રુપિયાનું મુલ્ય ગગડતું જાય છે ત્યારે તમારી જમીન તમારું ઈન્વેસ્ટમેન્ટ છે તેમ સમજો ને બચાવો.
આવનારા સમયમાં તે સોનાની લગડી સાબિત થશે.
2008માં એકરના 18000 રુપિયા હતાં તે આજે 3-4 લાખ(એવરેજ)થયાં છે.
ઉપરાંત પોતાના વ્યવસાય દ્વારા કે બ્લેકમની દ્વારા લોકો જમીન ખરીદી તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે આપણે સમજવું પડશે.
બદલાતાં સમયને જોવાં ક્ષિતિજની પેલી પાર જોવાંની દ્રષ્ટિ કેળવવી પડશે.
હું કદાચ એકલો હોઈશ તો પણ પોતાને સંભાળી લઈશ કેમ કે ઠોકરો, પડકારો, વાંચન, મનન અને કચેરીઓના ધક્કાઓ થકી હું ખૂદને ઘડતો ગયો છું.
પણ ફરાદી ગ્રામના હિત માટે લોકોએ સંગઠીત બનવું પડશે.
તે પછી "પાંજો ફરાદી" હોય, "રોયલ ફરાદી" હોય, "આપણું ફરાદી" હોય, "પાંજો ગામ ફરાદી" હોય કે પછી "ફરાદી જાગીર" આપણે સૌ આ ઐતિહાસિક ગામ અને પવિત્ર તપોભૂમિ ફરાદીને પ્રેમ કરીએ છીએ, તેનાં સંમાનને તહસ નહસ કરતી અંગ્રેજો જેવી આ કંપની ધીમે ધીમે લોકોના ઝમીરને મારી રહી છે.
ત્યારે દુનિયાના કોઈપણ છેડે રહેતો ફરાદીનો વ્યક્તિ સ્થાનિક ફરાદીના વિકાસ અને તેનાં સમાચાર મેળવવા તલપાપડ હોય છે ત્યારે આપસી રંજીસમાં ના પડતાં ફરાદીના લોકો ફરાદી માટે ભાઈચારાથી અંગત સ્વાર્થને કિનારે કરી એક થઈ આગળ આવે તે ઇચ્છનીય છે..
જય આશાપુરામાં
જય માતાજી
ફરાદીના ઐતિહાસિક સંશોધન માટે ગામની દરેક સીમ ખુંદવાનો અવસર મળ્યો જેનાં થકી ફરાદીની પ્રાચીનતા, મહાન તીર્થભૂમિ, જવાંમર્દી,સત્ય માટે પાળિયા થયેલાં વડીલોના આશીર્વાદ, બહાદુરીના કીસ્સાનો પરોક્ષ સાક્ષી બનેલ છું.
જય ફરાદી
www.prjadeja.com
જય હિંદ..🙏🏻🇮🇳
બ્રોડકાસ્ટ મેસેજ.
Comments