તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધી ખરીફ પાક નુકશાની કૃષિ સહાય માટેની ઓનલાઈન અરજીઓ ઈ ગ્રામ કેન્દ્ર મારફતે જ કરી શકાશે.
ઓનલાઈન માટે આપના નજીકનાં ગ્રામ પંચાયત કચેરી ઈ ગ્રામની મુલાકાત લેવી.
જેમાં નીચેની બાબતો ધ્યાન રાખશો.
https://bit.ly/3jkkEsc1. ખાતેદાર હયાત ન હોય તો અરજી કરવી નહિ.
જો વારસદાર નું નામ 7/12માં હશે તેજ અરજી કરી શકે.
2. બેંક પાસબુક ની ઝેરોક્ષ બરાબર હોવી જોઇએ, જેમાં નામ, ac નંબર અને IFSC code બરાબર વંચાય તેવી હોવી જોઇએ.(શક્ય હોય ત્યાં સુધી ચેક ની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક )
3. જે બેંક નું નામ બદલાઈ ગયું છે તો તેમને નવી બેંક નું નામ તથા IFSC code નો સિક્કો લગાવી પછી ઝેરોક્ષ નકલ આપવી
4. 7/૧૨ માં જે પાક હોય તે જ પાક ઓનલાઇન મા લખવો.
5. 12 નંબરમાં વાવેતર કરેલ પાકનું નામ, કેટલા વિસ્તારમાં વાવેતર કર્યું છે તે અને વર્ષ ફરજિયાત દર્શાવ્યા પછી જે ગામમાં જમીન હોય તેં જ તલાટી કમ મંત્રી શ્રીના સહી તથા સિક્કા હોવા જોઈએ.
6. 1 થી વધુ ખાતેદાર હોય તો કોઈ પણ એક ખેડૂત ના નામે અરજી કરીને અન્ય ખેડૂતો ને સંમતિ પત્રક માં સહી તથા સાક્ષીઓની સહી ફરજિયાત લેવાની રહેશે.
7. અરજી પંચાયત માં vce જોડે કરવાની રહેશે, અને અરજીમાં બેંક એકાઉન્ટ નંબર, તથા IFSC code બરાબર ચકાસીને સહી કરવાની રહેશે.
8. બેંક એકાઉન્ટ ની વિગત ભરવાની છે ત્યાં બેંક એકાઉન્ટ પ્રમાણે જ ખેડૂતનું નામ લખવાનું રહેશે.
9. કોઈ ખેડૂત મિત્ર એ બેંકની બ્રાન્ચ બદલેલ હોય તો હાલ જે બ્રાન્ચ માં ખાતું છે ત્યાં નો IFSC code નો સિક્કો લગાવી પછી ઝેરોક્ષ નકલ આપવી.
10. અરજી થયા પછી ખાસ પોતાની બેંક ની વિગતો તપાસી લેવી અને જરૂર જણાય તો સુધારો કરી લેવો.
ઓન લાઈન અરજીમાં તમામ આધાર પુરાવા સાથે સહી કરી અધુરાશ રાખ્યા વિના ઈ ગ્રામ ઓપરેટર ને અસલ અરજી જમાં કરાવવી.
https://bit.ly/3jkkEsc
Comments